આવું તો પાકિસ્તાનમાં જ થઈ શકે છે! ભારત સામે માર ખાધા બાદ પણ આર્મી ચીફ મુનીરને પ્રમોશન; બનાવાયો

આવું તો પાકિસ્તાનમાં જ થઈ શકે છે! ભારત સામે માર ખાધા બાદ પણ આર્મી ચીફ મુનીરને પ્રમોશન; બનાવાયો ફિલ્ડ માર્શલ

05/21/2025 World

SidhiKhabar

SidhiKhabar

આવું તો પાકિસ્તાનમાં જ થઈ શકે છે! ભારત સામે માર ખાધા બાદ પણ આર્મી ચીફ મુનીરને પ્રમોશન; બનાવાયો

પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હવે ફિલ્ડ માર્શલ બનશે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે આર્મી ચીફ અસીમ મુનીરને પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે અને તેને ફિલ્ડ માર્શલ બનાવ્યો છે. આ નિર્ણય બાદ, અસીમ મુનીર હવે આર્મી જનરલમાંથી પ્રમોટ થઈને ફિલ્ડ માર્શલ બની જશે. આ અગાઉ અયુબ ખાન ફિલ્ડ માર્શલ બન્યો હતો. ફિલ્ડ માર્શલ બન્યા બાદ, આસીમ મુનીર પણ અયુબ ખાનની જેમ તેની વર્દી પર 5 સ્ટાર લાગશે. પાકિસ્તાની સેનામાં ફિલ્ડ માર્શલ ખૂબ જ મોટું પદ છે. પાકિસ્તાનમાં આ અગાઉ અયુબ ખાનને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યો હતો અને હવે આસીમ મુનીર પાકિસ્તનનો બીજા ફિલ્ડ માર્શલ બનશે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.


વાયુસેના પ્રમુખનો કાર્યકાળ પણ લંબાવવામાં આવ્યો

વાયુસેના પ્રમુખનો કાર્યકાળ પણ લંબાવવામાં આવ્યો

આ સાથે પાકિસ્તાન વાયુસેનાના વડાનો કાર્યકાળ પણ વધારવામાં આવ્યો છે. કેબિનેટના નિર્ણય મુજબ, એર ચીફ માર્શલ નિવૃત્તિ બાદ પણ તેના પદ પર બન્યા રહેશે. પાકિસ્તાનના વર્તમાન એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબર સિદ્ધુ છે.


કોણ છે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર?

કોણ છે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર?

મુનીર પરંપરાગત સૈનિક ન હોવા છતા આર્મી ચીફ બની ગયો. તે 1976માં ઝિયા-ઉલ-હકના શાસન દરમિયાન આર્મીમાં ભરતી થયો હતો અને નિવૃત્તિના 2 દિવસ અગાઉ જ આર્મી ચીફ બની ગયો. મુનીરને ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલ દ્વારા સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો; તે પાકિસ્તાન મિલિટરી અકાદમીના મધ્યમાથી સેનામાં જોડાયો નહોતો.

મુનીરનો પિતા રાવલપિંડીની એક મસ્જિદમાં ઇમામ હતો અને મુનીરનું પ્રારંભિક શિક્ષણ મદ્રેસામાં થયું હતું. મુનીર પાસે હાફિઝ-એ-કુરાનની ડિગ્રી છે અને તે તેના માર્ગદર્શક ઝિયાઉલને અનુસરે છે અને ‘બ્લીડ ઈન્ડિયા વિધ આ થાઉઝન્ડ કટ્સની નીતિમાં માને છે. ભારતમાં પુલવામા હુમલા સમયે આસીમ મુનીર ISIનો ચીફ હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top