પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે રાહુલ ગાંધી?, BJPએ શેર કર્યું રાહુલનું મુનીરવાળું પોસ્ટર

પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે રાહુલ ગાંધી?, BJPએ શેર કર્યું રાહુલનું મુનીરવાળું પોસ્ટર

05/20/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે રાહુલ ગાંધી?, BJPએ શેર કર્યું રાહુલનું મુનીરવાળું પોસ્ટર

આતંકવાદ સામે ભારતની સચોટ કાર્યવાહીની આખી દુનિયા પ્રશંસા કરી રહી છે. ભારતીય દળોએ એવું શૌર્ય અને પરાક્રમ દેખાડ્યું કે જેનાથી દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારતીય વિદેશ મંત્રીના નિવેદનને લઈને સેનાના 'ઓપરેશન સિંદૂર' પર સવાલ પૂછી રહ્યા છે. તો હવે ભાજપે રાહુલ ગાંધી પર પોસ્ટર વાર કરતા રાહુલ ગાંધી પર મોટા આરોપ લગાવ્યા છે.


ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'રાહુલ ગાંધી પાકિસ્તાન અને તેના આકાઓની ભાષા બોલી રહ્યા છે. ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે, રાહુલ ભારતને એમ પૂછી રહ્યા છે કે આપણે કેટલા જેટ ગુમાવી દીધા, પરંતુ અત્યાર સુધી તેમણે એક પણ વખત પૂછ્યું નથી કે આ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા અથવા પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ હેંગરમાં જ ઉભા-ઊભા તબાહ કરી દીધા. રાહુલ ગાંધી માટે આગળ શું છે, નિશાન-એ-પાકિસ્તાન?'


અસીમ મુનીર સાથે રાહુલ ગાંધીને જોડ્યા

અસીમ મુનીર સાથે રાહુલ ગાંધીને જોડ્યા

ભાજપે રાહુલ ગાંધીની એક તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં અડધો ચહેરો રાહુલ ગાંધીનો છે તો અડધો ચહેરો પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરનો છે. ભાજપનું કહેવું છે કે DGMO બ્રીફિંગમાં બધું સ્પષ્ટ બતાવી દેવામાં આવ્યું છે. વિદેશ મંત્રીના નિવેદન પર વિદેશ મંત્રાલયેએ સત્ય બતાવી દીધું છે, તો પછી રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા કેમ બોલી રહ્યા છે?  વાસ્તવમાં રાહુલ ગાંધીએ વિદેશ મંત્રીના નિવેદનને આધાર બનાવીને ઓપરેશન સિંદૂર પર સવાલ પૂછ્યા છે, જેમાં તેમણે પાકિસ્તાનને વોર્નિંગ આપવાની વાત કહી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top