Maharashtra Cabinet Expansion: હવે મહાયુતિમાં 2 પદ માટે ગજગ્રાહ! શિવસેના શિંદેના 2 નેતાઓએ ઠોક્ય

Maharashtra Cabinet Expansion: હવે મહાયુતિમાં 2 પદ માટે ગજગ્રાહ! શિવસેના શિંદેના 2 નેતાઓએ ઠોક્યો દાવો, જાણો કોણ છે રેસમાં?

12/23/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Maharashtra Cabinet Expansion: હવે મહાયુતિમાં 2 પદ માટે ગજગ્રાહ! શિવસેના શિંદેના 2 નેતાઓએ ઠોક્ય

Mahayuti Guardian Ministers Post: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર બની છે. 5 ડિસેમ્બરે શપથ લીધા બાદ 15 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિભાગોની પણ વહેંચણી કરવામાં આવી હતી, પરંતુ હવે મહાયુતિમાં પાલક મંત્રી પદને લઇને ગજગ્રાહ ચાલી રહ્યો છે.

શિવસેનાના મંત્રીઓ ભરત ગોગાવલે અને સંજય શિરસાટ પહેલાથી જ રાયગઢ અને છત્રપતિ સંભાજીનગર પર દાવો કરી ચૂક્યા છે, પરંતુ NCP અને BJPના કેટલાક લોકોની નજર પણ બંને જિલ્લાઓ પર છે. 42 મંત્રીઓ છે, પરંતુ સરકારમાં 12 જિલ્લાઓનું પ્રતિનિધિત્વ નથી. પાલક મંત્રી જિલ્લા આયોજન અને વિકાસ પરિષદના ભંડોળને નિયંત્રિત કરે છે, જેનો ઉપયોગ જિલ્લાઓમાં વિકાસ અને બ્યૂટિફિકેશન પ્રોજેક્ટ માટે થાય છે. તેઓ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમોની પણ અધ્યક્ષતા કરે છે.


ભાજપના પ્રદેશ પ્રમુખનું નિવેદન પણ આવ્યું

ભાજપના પ્રદેશ પ્રમુખનું નિવેદન પણ આવ્યું

મીડિયા અહેવાલો અનુસાર, શિવસેનાના મંત્રી શંભુજરાજ દેસાઇએ દાવો કર્યો હતો કે મંત્રી પદ, પોર્ટફોલિયો વિતરણ અથવા પાલક મંત્રી પદને લઇને કોઇ ઝઘડો નથી. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે સરકાર પાલક મંત્રી પદ માટે ઉભા થતા કોઇપણ વિવાદને રોકવા માટે સક્ષમ છે. એવી ધારણા છે કે ભાજપના આશિષ શેલાર મુંબઇ ઉપનગરના પાલક મંત્રી હશે અને મંગલ પ્રભાત લોઢા મુંબઇ શહેરના પાલક મંત્રી હશે.

શિવસેના શિંદે મુંબઇમાં ઓછામાં ઓછા એક પાલક મંત્રી રાખવા આતુર છે અને તેઓ 'બહારની વ્યક્તિને' પદ આપવાનો આગ્રહ રાખી શકે છે, જેમ કે અગાઉની સરકારમાં જ્યારે સાવંતવાડીના ધારાસભ્ય દીપક કેસરકરને મુંબઇ શહેર માટે નામાંકન આપવામાં આવ્યું હતું. તેમની નિમણૂકની માત્ર ઔપચારિક જાહેરાત બાકી હોવાના સંજય શિરસાટના દાવાના જવાબમાં છત્રપતિ સંભાજીનગર ભાજપના મંત્રી અતુલ સેવેનું નિવેદન આવ્યું છે.


NCPએ રાયગઢમાં પદ માટે ઇચ્છા વ્યક્ત કરી હતી

NCPએ રાયગઢમાં પદ માટે ઇચ્છા વ્યક્ત કરી હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અતુલ સેવેએ કહ્યું કે મહાયુતિમાં વરિષ્ઠ નેતાઓનો કોઇપણ નિર્ણય અમે સ્વીકારીશું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘણો વિશ્વાસ દર્શાવ્યો છે. 3 વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. રાયગઢમાં, NCPના અજીત પવારની અદિતિ તટકરે ગોગાવલે સામે ટક્કર માટે તૈયાર દેખાય છે. NCPના મંત્રી માણિકરાવ કોકાટેએ જણાવ્યું હતું કે પાર્ટી પાસે આ પદ પર અધિકાર છે કારણ કે તેની પાસે જિલ્લામાંથી 7 ધારાસભ્યો છે, જ્યારે ભાજપ પાસે 5 અને શિવસેના શિંદે પાસે 2 ધારાસભ્યો છે. NCP નાશિક પર પોતાનો દાવો યથાવત રાખશે. સતારાને લઇને અંગે પણ ઝઘડો ચાલી રહ્યો છે. તેના 8 ધારાસભ્યોમાંથી 4 હવે મંત્રી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top