24 માળના બહુમાળી મકાનમાં લાગી ભીષણ આગ! 1 મહિલાનું મોત, 18 દાઝ્યા; જુઓ વીડિયો

24 માળના બહુમાળી મકાનમાં લાગી ભીષણ આગ! 1 મહિલાનું મોત, 18 દાઝ્યા; જુઓ વીડિયો

09/08/2025 National

SidhiKhabar

SidhiKhabar

24 માળના બહુમાળી મકાનમાં લાગી ભીષણ આગ! 1 મહિલાનું મોત, 18 દાઝ્યા; જુઓ વીડિયો

રવિવારે ઉત્તર મુંબઈના દહિસરમાં 24 માળની એક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું દુઃખદ મોત થઇ ગયું હતું, જ્યારે 18 લોકો દાઝી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ બુઝાવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દહિસરના શાંતિનગરમાં સ્થિત નવી જનકલ્યાણ સોસાયટીની ઇમારતના સાતમા માળે લાગી હતી. આ ઘટના બપોરે લગભગ 3:00 વાગ્યાની બતાવવામાં આવી રહી છે. લગભગ 3 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.


7 લોકોની હાલત ગંભીર

7 લોકોની હાલત ગંભીર

મુંબઈ ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગની ઘટનામાં 36 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાંથી 19 લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. રોહિત હોસ્પિટલમાં 7 ઇજાગ્રસ્તોની માહિતી મળી છે, જેમાં એક મહિલાનું મોત થયું છે અને એક પુરુષની હાલત ગંભીર છે.


7 ફાયર વિભાગની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો

7 ફાયર વિભાગની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો

ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે 7 ફાયર એન્જિનોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

ઈમારત ધુમાડાથી ભરાઈ ગઈ હતી અને ફાયર ફાઈટર્સને બચાવ અને રાહત કાર્ય કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આગને કાબુમાં લેવા માટે 7 ફાયર વિભાગની ગાડીઓ, 3 જમ્બો ટેન્કર, 2 પાણીના ટેન્કર, 1 બ્રીદિંગ ઓપરેટ્સ વાન, 1 હાઇ પ્રેશર પંપ, 1 ઓટોમેટિક લેડર પ્લેટફોર્મ, 1 ટર્નટેબલ સીડી, 1 ઉચ્ચ અગ્નિશામક વાહન અને 1 ક્વીક રિસ્પોન્સ વ્હીકલનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top