OnePlus 13Tની કિંમત 12GB RAM અને 256GB સ્ટોરેજવાળા બેઝ મોડેલ માટે CNY 3,399 (લગભગ 39,000 રૂપિયા) રાખવામાં આવી છે. તો, 16GB+256GB, 12GB+512GB અને 16GB+512GB મોડેલની કિંમત અનુક્રમે CNY 3,599 (લગભગ 41,000 રૂપિયા), CNY 3,799 (લગભગ 43,000 રૂપિયા), CNY 3,999 (લગભગ 46,000) રાખવામાં આવી છે. ગ્રાહકો 16GB+1TB વેરિયન્ટ CNY 4499 (લગભગ 52,000 રૂપિયા)માં ખરીદી શકે છે.
નવું OnePlus 13T મોડેલ ક્લાઉડ ઇંક બ્લેક, મોર્નિંગ મિસ્ટ ગ્રે અને પાવડર (પિંક) (ચાઇનીઝમાંથી અનુવાદિત) કલર ઓપ્શન ઉપલબ્ધ છે. તે હાલમાં ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને ડિલિવરી 30 એપ્રિલથી શરૂ થશે.
ડ્યુઅલ-સિમ OnePlus 13T, Android 15 સાથે ColorOS 15.0 પર ચાલે છે અને તેમાં 6.32-ઇંચ ફુલ-HD+ (1,264×2,640 પિક્સલ) ડિસ્પ્લે છે જે 94.1 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો, 240Hz સુધી ટચ સેમ્પલિંગ રેટ, 460ppi પિક્સેલ ડેન્સિટી, 1600 nits સુધી ગ્લોબલ પીક બ્રાઇટનેસ અને 120Hz સુધી એડેપ્ટિવ રિફ્રેશ રેટ ઓફર કરે છે. OnePlusનો આ નવો કોમ્પેક્ટ હેન્ડસેટ મેટલ ફ્રેમથી સજ્જ છે.
OnePlus 13T સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર પર ચાલે છે, જેમાં એડ્રેનો 830 GPU છે. તેમાં 16GB સુધીની LPDDR5X RAM અને 1TB સુધીની UFS 4.0 ઓનબોર્ડ સ્ટોરેજ છે. ફોનમાં થર્મલ મેનેજમેન્ટ માટે 4,400mm સ્ક્વેર ગ્લેશિયર વેપર ચેમ્બર (VC) કૂલિંગ એરિયા અને 37,335 સ્ક્વેર mm ટોટલ હીટ ડિસીપેશન એરિયા છે.
ફોટા અને વીડિયો માટે, OnePlus 13Tમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં OIS અને f/1.8 એપરચર સાથે 50-મેગાપિક્સલનો પ્રાઈમરી વાઇડ-એંગલ સેન્સર છે. આ સાથે, f/2.0 અપર્ચર અને ઓટોફોકસ સાથે 50-મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર પણ છે. ટેલિફોટો સેન્સર 2x સુધી ઓપ્ટિકલ ઝૂમ અને 20x સુધી ડિજિટલ ઝૂમ સુધી ઓફર કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
OnePlus 13T પર કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi 7, Bluetooth 5.4, Beidou, GLONASS, Galileo, GPS, QZSS અને NFCનો સમાવેશ થાય છે. ઓનબોર્ડ સેન્સરમાં એક્સીલેરોમીટર, ઈ-કંપાસ, ગાયરોસ્કોપ, ગ્રેવિટી સેન્સર, જીયોમેગ્નેટિક સેન્સર, IR કંટ્રોલ, લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર અને X-એક્સિસ લીનિયર મોટરનો સમાવેશ થાય છે.
હેન્ડસેટમાં બાયોમેટ્રિક ઓથેંટિકેશન માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેમાં IP68+IP69 રેટિંગ છે. આ નવી શોર્ટકટ કી ફીચર કરે છે,જે સાઉન્ડ પ્રોફાઇલ્સ પસંદ કરવા, ડુ નોટ ડિસ્ટર્બ (DND) મોડને સક્રિય કરવા, કેમેરાને ઍક્સેસ કરવા અને અન્ય કસ્ટમાઇઝ કરી શકાય તેવી એક્શનસ માટે. આ નવું બટન એલર્ટ સ્લાઇડરની જગ્યા લઈ રહ્યું છે. OnePlusએ હેન્ડસેટને 6,260mAh બેટરીથી સજ્જ કર્યો છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેની સાઇઝ દ 150.81×71.70×8.15 mm છે અને તેનું વજન આશરે 185 ગ્રામ છે.