અમદાવાદના મોદી સ્ટેડિયમમાં નહીં યોજાય ક્રિકેટ વર્લ્ડ કપ...જાણો

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં નહીં યોજાય ક્રિકેટ વર્લ્ડ કપ...જાણો

10/03/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં નહીં યોજાય ક્રિકેટ વર્લ્ડ કપ...જાણો

આગામી વનડે વર્લ્ડકપને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, આગામી 5મી ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા આઇસીસી વનડે વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની નહીં યોજાય, જોકે, ઓપનિંગ મેચ જરૂર અમદાવાદમાં રમાશે. આ ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ ઓપનિંગ સેરેમની વિના જ શરૂ થશે, જોકે, આ દરમિયાન માત્ર વર્લ્ડકપની 10 ટીમોના કેપ્ટનોનું જ ફોટોશૂટ કરાશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે બુધવારે ઓફિશિયલ પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવશે.

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 5 મી ઓક્ટોબરથી આઇસીસી વનડે વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે, અહીં ઓપનિંગ મેચ ગઇ ચેમ્પીયન ઇંગ્લેન્ડ અને રનરઅપ રહેલી ન્યૂઝીલેન્ડ ટીમ વચ્ચે રમાશે. આ મેચ પહેલા અહીં ઓપનિંગ સેરેમની યોજવાનું પ્લાનિંગ હતુ, જોકે, સુત્રો તરફથી માહિતી છે કે, આ વખતે ઓપનિંગ સેરેમની નહીં યોજાય.



અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ રમાશે. આ પછી....

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ રમાશે. આ પછી....

- 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

- 4 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો

- 10 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો

- 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઇનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top