“સુરતના મેયર ડરપોક છે અથવા ગુલામ છે!” આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સે સામાન્ય સભામાં તોફાન મચાવ્

“સુરતના મેયર ડરપોક છે અથવા ગુલામ છે!” આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સે સામાન્ય સભામાં તોફાન મચાવ્યું!

03/27/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

“સુરતના મેયર ડરપોક છે અથવા ગુલામ છે!” આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સે સામાન્ય સભામાં તોફાન મચાવ્

Surat Municipal Corporation : આજે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા 16 કોંગ્રેસી ધારાસભ્યો 29 માર્ચ સુધી સસ્પેન્ડ થયાના સમાચારો તાજા જ છે, ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ વિપક્ષી સભ્યો સાગમટે સસ્પેન્ડ થયાના સમાચારો મળી રહ્યા છે! મેયર વિષે બોલાયેલા શબ્દોને કારણે વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો.


મેયર ડરપોક છે કે ગુલામ?!

મેયર ડરપોક છે કે ગુલામ?!

આજે, 27  માર્ચ, સોમવારને દિવસે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિવિધ કાર્યો વિષે ચર્ચા કરતી વખતે વિરોધ પક્ષના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા મેયર વિષે અશોભનીય શબ્દપ્રયોગો કરી બેઠા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિપક્ષી સભ્યોએ મેયરને ‘ડરપોક અથવા ગુલામ’ કહ્યા હતા. આ મુદ્દે વિપક્ષી સભ્યોએ માફી માંગવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પરિણામે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ તમામ વિપક્ષી સભ્યોને એકસાથે સસ્પેન્ડ કરી દીધા હતા.

એ પછી વિરોધ પક્ષના સભ્યોએ સભાખંડની બહાર ટોળે વળીને મેયરશ્રીની ‘હાય હાય...’ બોલાવી હતી. સભાખંડમાં મેયરને ડરપોક કહેનારા વિપક્ષી સભ્યોએ સભાખંડની બહાર મેયરને ‘હિટલર’ સાથે સરખાવ્યા હતા!


આ રીતે શરુ થઇ બબાલ

આ રીતે શરુ થઇ બબાલ

આજરોજ સરદાર ખંડ ખાતે સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા એક પછી એક કામ રજૂ કરવાનું શરુ કરાયું હતું. એક કામની રજૂઆતમાં વિરોધ પક્ષના સભ્ય મહેશ અણઘણે ખજોદના કચરાના ઢગ ખાલી કરવા મુદ્દે કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ દરમિયાન તેઓએ સુરતના મેયર ડરપોક છે અથવા ગુલામ છે, એવું નિવેદન કરી દેતા સભા તોફાની બની હતી.

ભાજપના મહિલા કોર્પોરેટરોએ આ મેયર અને મહિલાનું અપમાન છે તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. મેયર એ વિપક્ષના નેતા અને સભ્યોને શબ્દો પાછા ખેંચી અને માફી માંગવા જણાવ્યું હતું. પરંતુ વિપક્ષે માફી નહીં માંગતા તમામ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ પછી વિરોધ પક્ષના સભ્યોએ સભાખંડની બહાર મેયરની હાય હાય બોલાવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top