મહારાષ્ટ્રમાં સસ્પેન્સનો ઓવરડોઝ! મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી નક્કી છતા સસ્પેન્સ, શપથ ગ્રહણ અગા

મહારાષ્ટ્રમાં સસ્પેન્સનો ઓવરડોઝ! મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી નક્કી છતા સસ્પેન્સ, શપથ ગ્રહણ અગાઉ જાણો હવે ક્યાં ફસાયો પેંચ?

12/05/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્રમાં સસ્પેન્સનો ઓવરડોઝ! મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી નક્કી છતા સસ્પેન્સ, શપથ ગ્રહણ અગા

Maharashtra New CM Oath taking ceremony: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે. દેવેન્દ્ર ફડણવીસના રાજ્યાભિષેક માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસ આજે એટલે કે 5મી ડિસેમ્બરે ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે એકનાથ શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું ચિત્ર સ્પષ્ટ છે, પરંતુ મહાગઠબંધન સરકારમાં એકનાથ શિંદેની ભાગીદારીનું ચિત્ર સ્પષ્ટ નથી. નાયબ મુખ્યમંત્રી પદ માટે તેઓ સંમત થયા હોવા છતા કેબિનેટમાં તેમની પાસે કયો વિભાગ હશે તેનું ચિત્ર સ્પષ્ટ નથી. આ અંગે હજુ સસ્પેન્સ છે. એવું માનવામાં આવે છે કે શિંદેની શિવસેના ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે, પરંતુ ભાજપ તેને આ વિભાગ આપવાના પક્ષમાં નથી.

જાણકારોનું માનવું છે કે ભાજપ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખી શકે છે. જોકે, એકનાથ શિંદે હજુ પણ આ વિભાગ પર અડગ છે. આજે શપથ ગ્રહણ સમારોહ છે. પરંતુ શપથ ગ્રહણ અગાઉ જ આ વિભાગને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. સૂત્રોનો દાવો છે કે ભાજપે મહાયુતિના સાથી પક્ષોને સ્પષ્ટપણે કહી દીધું છે કે ગૃહ મંત્રાલય તેની પાસે જ રહેશે. પરંતુ શિંદે કેમ્પ હજુ પણ આ માગ પર અડગ છે. એવું માનવામાં આવે છે કે શિંદે જૂથ મુખ્યમંત્રી પદ નહીં તો ગૃહ મંત્રાલય રાખવા માગે છે. જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતા. તે સમયે આ વિભાગ ભાજપ પાસે હતો.


પોર્ટફોલિયો પર સસ્પેન્સ

પોર્ટફોલિયો પર સસ્પેન્સ

સૂત્રોનું કહેવું છે કે મહાયુતિના ત્રણેય નેતાઓએ પોર્ટફોલિયોને લઈને બેઠક કરી છે. જો કે આ બેઠકમાં શું ચર્ચા થઈ તેની વિગતો આજે શપથ ગ્રહણ અગાઉ આવે તેવી શક્યતા છે. આજે કદાચ નક્કી થશે કે શપથ સમારોહમાં કેટલા લોકો શપથ લેશે. હાલમાં માત્ર 3 લોકોએ શપથ લેશે તેવા સમાચાર છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદ, એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી અને અજીત પવારને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે. હજુ કેટલા મંત્રીઓ શપથ લેશે તેના પર સસ્પેન્સ છે.


કોના હિસ્સામાં કેટલા પોર્ટફોલિયો?

કોના હિસ્સામાં કેટલા પોર્ટફોલિયો?

સૂત્રોનું માનીએ તો ત્રણેય પક્ષો વચ્ચે પોર્ટફોલિયોને લઈને થયેલી ચર્ચા મુજબ ભાજપ 20-22 પોર્ટફોલિયો પોતાની પાસે રાખશે. એકનાથ શિંદે જૂથની શિવસેનાને 10-12 પોર્ટફોલિયો મળી શકે છે. તો, અજીત પવારની NCPને 8-10 પોર્ટફોલિયો મળી શકે છે. જોકે, શિંદેને હોમ પોર્ટફોલિયો મળશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. દરમિયાન, અજીત પવારની NCP શિંદેની શિવસેનાની સમાન પોર્ટફોલિયોની માગ કરી રહી છે. જોકે, ભાજપ અને શિંદે કેમ્પ તેના પક્ષમાં નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top