J&K Terrorist Attack: 3 ટારગેટ, હુમલાની તારીખ પણ નક્કી, ભારતને દહેલાવવાનું પાકિસ્તાનનું ષડયંત્ર

J&K Terrorist Attack: 3 ટારગેટ, હુમલાની તારીખ પણ નક્કી, ભારતને દહેલાવવાનું પાકિસ્તાનનું ષડયંત્ર ડીકોડ

07/10/2024 National

SidhiKhabar

SidhiKhabar

J&K Terrorist Attack: 3 ટારગેટ, હુમલાની તારીખ પણ નક્કી, ભારતને દહેલાવવાનું પાકિસ્તાનનું ષડયંત્ર

જમ્મુ-કશ્મીરના કઠુઆમાં થયેલા આતંકી હુમલામાં 5 જવાન શહીદ થઈ ગયા. અહી થયેલા હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાઈ રહ્યા છે. હવે સામે આવ્યું છે કે કઠુઆ હુમલો ભારત વિરુદ્ધ રચવામાં આવી રહેલા પાકિસ્તાનના મોટા ષડ્યંત્રનો હિસ્સો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર એક્શનથી બોખલાયેલા પાકિસ્તાને હવે ભારતને દહેલાવવાનું પૂરું ષડયંત્ર રચી લીધું છે.


3 મોટી જગ્યાએ હુમલાનું ષડયંત્ર

3 મોટી જગ્યાએ હુમલાનું ષડયંત્ર

ABP ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ઉપસ્થિત જાણકારો મુજબ, પાડોશી દેશોના આતંકી સંગઠન 14-15 ઑગસ્ટ અગાઉ ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં છે. 3 મોટી જગ્યાઓ પર હુમલાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ લોકોના ટારગેટ પર આ વખત જમ્મુ છે. એ જમ્મુ જ્યાં આતંકવાદ પર પૂરી રીતે લગામ લગાવાઈ ચૂકી હતી. પરંતુ હવે અહી પાકિસ્તાની આતંકી સંગઠન નવો ડર ઉત્પન્ન કરવા માગે છે અને એટલે પહેલા રિયાસી પછી ડોડા અને રાજોરીથી લઈને હવે કઠુઆમાં હુમલો કરવામાં આવ્યો.


ષડયંત્ર હેઠળ કરાવી જેલ બ્રેક:

ષડયંત્ર હેઠળ કરાવી જેલ બ્રેક:

જાણકારો મુજબ પાકિસ્તાનમાં બેઠા આતંકના માસ્ટરમાઈન્ડ ટેરર રૂટને શ્રીનગરથી હવે જમ્મુ શિફ્ટ કરી રહ્યા છે. તેનું કારણ માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે વેલીમાં ઓપરેશન ઓલઆઉટ ચાલ્યું છે. આતંકીઓનો સફાયો થયો છે, તેનાથી પાકિસ્તાન બોખલાયું છે. ભારતમાં મોટા હુમલા માટે પાકિસ્તાને એક ષડયંત્ર હેઠળ પાક અધિકૃત કાશ્મીર (PoK)ની રાવલકોટ જેલ બ્રેક કરાવી છે. અહીથી 20 આતંકી ફરાર થયા હતા, તેમાંથી 4-6 આતંકીઓએ ઘૂસણખોરી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાવલકોટ જેલ બ્રેકમાં ગાજી શહજાદ અહમદ પણ ફરાર થયો હતો. ગાજી ભારતની જેલમાં પણ બંધ રહ્યો છે. તે પણ ભારતમાં ઘૂસે તેવી આશંકા છે. આ બધા આતંકીઓએ પૂંછના જંગલોથી થઈને ઘૂસણખોરી કરી છે.


કુલ 40 આતંકીઓના ઘૂસણખોરીની આશંકા

કુલ 40 આતંકીઓના ઘૂસણખોરીની આશંકા

જાણકારો મુજબ, પાકિસ્તાના લોન્ચિંગ પેડ્સ પર ઉપસ્થિત લગભગ 40 આતંકીઓએ હાલમાં જ ઘૂસણખોરી કરી છે. એવામાં સવાલ ઉઠે છે કે આખરે આ આતંકી ભારતમાં દાખલ કેવી રીતે થયા. ઇન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાનથી ઘૂસણખોરીના લગભગ 1 ડઝન એવા નદી નાળા છે, જેનો ઉપયોગ આતંકી પારંપરિક રૂપે ઘૂસણખોરી માટે કરે છે. હાલના દિવસોની વાત કરીએ તો જમ્મુના સાંબા અને કઠુઆ જિલ્લામાં બબ્બર નાળું, પૂજ નાળું, બસંતર નાળુ આ એ મુખ્ય નાળા છે જેનો ઉપયોગ પાકિસ્તાન સમર્થિત આતંકી જમ્મુમાં પહોંચવા માટે કરી રહ્યા છે. ઘૂસણખોરી કરનારા આતંકીઓ માટે ડ્રોનથી હથિયાર પણ પાડવામાં આવ્યા. તેની સાથે જ પાકિસ્તાની આર્મી ડ્રોનથી ભારતીય સેનાની ગતિવિધિઓની રેકી કરાવી રહી છે. પાકિસ્તાન ભલે ગમે તેટલા ષડયંત્ર રચે, પરંતુ આતંકીઓની ઘૂસણખોરીવાળા રુટ ચાર્ટનો કોડ ડીકોડ થઈ ચૂક્યો છે અને હવે એક એક કરીને આ આતંકીઓના સફાયાનો વારો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top