પાકિસ્તાનની ચોંકાવનારી ઘટના, હિંદુ મહિલાની પ્રસૂતિ દરમિયાન ડોક્ટરે બાળકનું માથું કાપ્યું, માથું

પાકિસ્તાનની ચોંકાવનારી ઘટના, હિંદુ મહિલાની પ્રસૂતિ દરમિયાન ડોક્ટરે બાળકનું માથું કાપ્યું, માથું અંદર ફસાતા મહિલાની હાલત ગંભીર

06/21/2022 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનની ચોંકાવનારી ઘટના, હિંદુ મહિલાની પ્રસૂતિ દરમિયાન ડોક્ટરે બાળકનું માથું કાપ્યું, માથું

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડોક્ટરોની મોટી બેદરકારી અહીં જોવા મળે છે. જ્યાં ડોક્ટરોએ ગર્ભવતી મહિલાની ડિલિવરી વખતે ગર્ભાશયમાં રહેલા બાળકનું માથું કાપી નાખ્યું હતું. ઘટના બાદ 32 વર્ષીય હિન્દુ મહિલાની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. સિંધ સ્વાસ્થ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. જુમન બાહોતોએ માતા અને બાળકના જીવ સાથે રમતને લગતી આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પાકિસ્તાનમાં, એક 32 વર્ષીય હિંદુ મહિલાની ડિલિવરી દરમિયાન ડૉક્ટરે બાળકનું માથું કાપી નાખ્યા પછી તેની હાલત ગંભીર હતી, તેણીનો જીવ બચાવવા પેટની સર્જરી કરવી પડી હતી.


હોસ્પિટલમાં કોઈ મહિલા ડૉક્ટર ન હતા

હોસ્પિટલમાં કોઈ મહિલા ડૉક્ટર ન હતા

જામશોરોની લિયાકત યુનિવર્સિટી ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ (LUMHS) ના સ્ત્રીરોગવિજ્ઞાન વિભાગના વડા પ્રોફેસર રાહીલ સિકંદરે જણાવ્યું હતું કે, “ભીલ હિન્દુ સમુદાયની મહિલા થરપારકર જિલ્લાના દૂરના ગામની વતની છે. તે સૌપ્રથમ તેના વિસ્તારના ગ્રામીણ આરોગ્ય કેન્દ્ર (RHC)માં પહોંચી હતી, પરંતુ ત્યાં કોઈ મહિલા ડૉક્ટર ન હતી અને કેન્દ્રના અપ્રશિક્ષિત કર્મચારીઓએ મહિલાને ડિલિવરી દરમિયાન નુકશાન પહોચાડ્યું."


ગર્ભાશયમાં બાળકનું માથું કાપી નાખ્યું

ગર્ભાશયમાં બાળકનું માથું કાપી નાખ્યું

સુત્રના જણાવ્યાં મુજબ, સ્વાસ્થ્ય કેન્દ્રના કર્મચારીઓએ રવિવારે સર્જરી કરી અને ગર્ભમાં જ બાળકનું માથું કાપી નાખ્યું. જેના કારણે મહિલાની તબિયત લથડી પડી અને તેને નજીકની મીઠીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સારવાર માટે કોઈ વ્યવસ્થા ન હતી. આ પછી મહિલાના પરિવારના સભ્યો તેને LUMHS લઈ ગયા, જ્યાં બાળકના બાકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. હકીકતમાં, બાળકનું માથું અંદર ફસાઈ ગયું હતું અને માતાના ગર્ભાશયને નુકસાન થયું હતું, જેના કારણે ડૉક્ટરોએ મહિલાનો જીવ બચાવવા પેટનું ઓપરેશન કરીને બાળકનું માથું બહાર કાઢવું ​​પડ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top