રમઝાન બાદ કંઇક મોટું કરવાના ફિરાકમાં પાકિસ્તાની આર્મી, ખુલાસો કરનાર જવાનનું રહસ્યમય મોત
Pakistani Army: બલૂચ લિબરેશન આર્મી (BLA) અને તહરિક-એ-તાલિબાન પાકિસ્તાને (TTP) પાકિસ્તાનની સરકાર સામે મોરચો ખોલી દીધો છે. થોડા દિવસ અગાઉ જ પાકિસ્તાનની જાફર એક્સપ્રેસને બલૂચ આર્મીએ હાઈજેક કરી લીધી હતી. જેમાં પાકિસ્તાન આર્મી અને BLAના દાવા અલગ-અલગ છે એટલે તેમાં ચોક્કસ મૃત્યુઆંક બતાવી શકવો મુશ્કેલ છે, પરંતુ બલુચિસ્તાનમાં રમઝાન બાદ કંઇક મોટું થવાનું હોય તેવા સંકેત મળ્યા છે.
પાકિસ્તાન આર્મીના ભૂતપૂર્વ સૈનિક ફતન ફૌજીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સેના રમઝાન બાદ બલુચિસ્તાન અને ખૈબર પખ્તુન્ખ્વામાં એક મોટા ક્રૂર ઓપરેશનની યોજના બનાવી રહી છે, જેનો હેતુ પશ્તુન અને બલૂચ સમુદાયોનો સફાયો કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં મસ્જિદ વિસ્ફોટો અને ધાર્મિક વ્યક્તિઓની હત્યાઓ પાછળ પાકિસ્તાની સેના અને સરકારનો હાથ છે. આ ખુલાસા બાદ, ફતન ફૌજીની ન રહસ્યમય સંજોગોમાં હત્યા કરી દેવામાં આવી હતી, પરંતુ તેનો વીડિયો કન્ફેશન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.
પાકિસ્તાન સેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર ફતન ફૌજીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પોતાના અધિકારીઓના આદેશ પર કરવામાં આવેલી ક્રૂરતાનો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે તેણે પોતાના અધિકારીઓના સીધા આદેશ પર 12 નિર્દોષ લોકોની હત્યા કરી, જેઓ કોઈ ગુનામાં સામેલ નહોતા. ફતને કહ્યું કે તે પોતાના અધિકારીઓનો વિશ્વાસુ બની ગયો હતો. આ કારણે, તેનો ઉપયોગ આ પ્રકારના કાર્યોમાં થવા લાગ્યો. પણ ધીમે-ધીમે તેને પોતાના જ દેશના લોકોને મારવામાં અણગમો થવા લાગ્યો.
ફતન ફૌજીએ પોતાની કબૂલાતમાં કહ્યું હતું કે, રમઝાન બાદ, પાકિસ્તાની સેના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુન્ખ્વામાં પશ્તુન અને બલૂચ સમુદાયોનો મોટા પાયે નરસંહાર કરવાની યોજના બનાવી રહી છે. આ માટે એક યોજના પહેલાથી જ તૈયાર કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય આ સમુદાયોને જાતિય સફાયો કરવાનો છે. આ યોજનામાં તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો અંતરાત્માએ તેનાથી વિરુદ્ધ બળવો પોકાર્યો અને તેને પોતાની વર્દી ઉતારવાની ફરજ પડી.
સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલા એક વીડિયોમાં, ફતન ફૌજી રડતો જોવો મળે છે. પાકિસ્તાનની સેના અને પ્રશાસનનો પર્દાફાશ કરતા એવું કહી રહ્યો છે કે પોતાના અધિકારીઓના સીધા આદેશ પર, તેણે 12 લોકોની હત્યા કરી હતી, જેઓ કોઈ ગુનામાં સામેલ નહોતા. ફતન ફૌજીએ એવો પણ દાવો કર્યો હતો કે મસ્જિદોમાં વિસ્ફોટો અને ધાર્મિક વિદ્વાનોની હત્યા પાછળ પાકિસ્તાની સેના અને સરકારનો હાથ છે. તેમણે કહ્યું કે આ બધી ઘટનાઓ પાકિસ્તાની એજન્સીઓ દ્વારા અંજામ આપવામાં આવે છે.
ફતન ફૌજીનો આ વીડિયો કબૂલાત સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી દીધી. એવું માનવામાં આવે છે કે તેમની હત્યા પાછળ પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓનો હાથ છે, કારણ કે તેઓ ઇચ્છતા નહોતા કે તેમની પ્રવૃત્તિઓનો પર્દાફાશ થાય. પાકિસ્તાની પ્રશાસને આ વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તે વાયરલ થઈ ગયો હતો. રસપ્રદ વાત એ છે કે, ફતન ફૌજીની હત્યા પર ન તો કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠને અવાજ ઉઠાવ્યો છે અને ન તો કોઈ માનવાધિકાર આયોગે તપાસની માગ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp