વૉટરફોલ પર પિકનિક મનાવી રહ્યા હતા લોકો, અચાનક આવ્યો પૂર અને થઇ ગઈ બુમાબૂમ, આ રીતે બચાવ્યો જીવ

વૉટરફોલ પર પિકનિક મનાવી રહ્યા હતા લોકો, અચાનક આવ્યો પૂર અને થઇ ગઈ બુમાબૂમ, આ રીતે બચાવ્યો જીવ

07/13/2024 National

SidhiKhabar

SidhiKhabar

વૉટરફોલ પર પિકનિક મનાવી રહ્યા હતા લોકો, અચાનક આવ્યો પૂર અને થઇ ગઈ બુમાબૂમ, આ રીતે બચાવ્યો જીવ

બિહારના રોહતાસ જિલ્લામાં વોટરફોલ પર પિકનિક મનાવવા પહોંચેલા ઘણા લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા. આસપાસ ઉપસ્થિત વન વિભાગની ટીમને જ્યારે આ બાબતે જાણકારી મળી તો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. વન વિભાગની ટીમે દોરડાની મદદથી ખૂબ જ સૂઝબૂઝ સાથે પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. લોકો રેસ્ક્યૂ ટીમના વખાણ કરી રહ્યા છે. જાણકારી અનુસાર આ ઘટના રોહતાસ જિલ્લાના તિલોથૂની છે. અહી તૂતલા ભવાની વૉટરફોલમાં અચાનક પાણીનું વહેણ તેજ થઈ ગયું. એમ અચાનક પડેલા ભારે વરસાદના કારણે થયું. વૉટરફોલમાં પાણી તેજ થવાના કારણે ત્યાં ઘણા લોકો ફસાઈ ગયા. જ્યારે લોકો બૂમાબૂમ કરવા લાગ્યા તો આસપાસના લોકો સુધી અવાજ પહોંચ્યો.


આ વૉટરફોલ પર મોટી સંખ્યામાં પર્યટક આવે છે

આ વૉટરફોલ પર મોટી સંખ્યામાં પર્યટક આવે છે

લોકો પાણીમાં ફસાયા હોવાની જાણકારી મળતા તાત્કાલિક તેની બાબતે અધિકારીઓને જાણકારી આપવામાં આવી. ત્યારબાદ વન વિભાગની ટીમને માહિતી આપવામાં આવી, જે ત્યાં નજીકમાં જ ઉપસ્થિત હતી. ઇમરજન્સીમાં વન વિભાગના સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને રેસ્ક્યૂ શરૂ કરી દીધું. વન વિભાગની ટીમે એક દોરડાની મદદથી અને એક બીજાને હાથ પકડીને પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. પાણીથી બહાર આવ્યા બાદ લોકોએ રાહતના શ્વાસ લીધા. તેમના ચહેરા પર ભય સ્પષ્ટ નજરે પડી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વૉટરફોલ પર મોટી સંખ્યામાં પર્યટક આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top