ખૂલતા જ આ IPO પર તૂટી પડ્યા રોકાણકાર, પહેલા દિવસે જ ફૂલ સબ્સ્ક્રાઇબ, પણ બ્રોકરેજ કંપનીની દૂર રહેવાની સલાહ
પ્લાઝા વાયર્સ IPO (Plaza Wires IPO)ને પહેલા દિવસે સારો પ્રતિભાવ મળ્યો છે. રોકાણકારોએ આ IPOને 4.80 ગણો સબ્સ્ક્રાઇબ કર્યો હતો. રિટેલ કેટેગરીમાં IPOમાં 27.28 ગણું સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું. તો નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ કેટેગરીમાં 4.80 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. પ્લાઝા વાયર્સ IPOની પ્રાઇઝ બેન્ડ 51 થી 54 ટકા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ મુજબ, ગ્રે માર્કેટમાં કંપની 12 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે એટલે કે જો આજ હાલત લિસ્ટિંગ સુધી યથાવત રહી તો કંપની 70 રૂપિયાની આસપાસ શેર બજારમાં ડેબ્યૂ કરી શકે છે. કંપનીની લિસ્ટિંગ 13 ઓક્ટોબર 2023ના રોજ થશે.
રોકાણકારો પાસે આ IPOને 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી સબ્સ્ક્રાઇબ કરવાનો અવસર છે. એટલે એક દિવસ વીતી ગયા બાદ પણ રોકાણકારો પાસે આગામી અઠવાડિયા સુધી ઘણા અવસર છે. પ્લાઝા વાયર્સ IPOની લૉટ સાઇઝ 277 શેરોની છે એટલે રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા 14,958 રૂપિયાનો દાવ લગાવવા પડશે. કોઈ પણ રિટેલ રોકાણકાર વધુમાં વધુ 66 લૉટ પર જ દાવ લગાવી શકે છે.
કંપનીના IPOના એન્કર રોકાણકારો માટે 27 સપ્ટેમ્બર 2023ના રોજ ઓપન થયો હતો. કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સના માધ્યમથી 20 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. પ્લાઝા વાયર્સ IPOના શેરોનું અલોટમેન્ટ 10 ઓક્ટોબર 2023ના રોજ થશે. ઉલ્લેખનીય છે કે, કંપનીની લિસ્ટિંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને જગ્યાએ થશે. જો કે, બ્રોકરેજ હાઉસ Stoxboxએ પ્લાઝા વાયર્સને ‘એવોઇડ' રેટિંગ આપી છે.
કંપની દ્વારા IPOથી ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ હાઉસ વાયર, ફાયર રેજીસ્ટેન્ટ વાયર અને કેબલ એલ્યુમિનિયમ કેબલ અને સોલર કેબલની મેન્યૂફેક્ચરિંગ માટે નવી ફેક્ટ્રી બનાવવા અને કંપનીની ઓપરેશનલ આવશ્યકતાઓ મુજબ પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તારમાં કરવાનો પ્લાન છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp