National : PM મોદીએ વિશ્વની સૌથી મોટી જળયાત્રાને દેખાડી લીલી ઝંડી, જાણો કેટલા કિલોમીટરની છે આ ય

National : PM મોદીએ વિશ્વની સૌથી મોટી જળયાત્રાને દેખાડી લીલી ઝંડી, જાણો કેટલા કિલોમીટરની છે આ યાત્રા?

01/13/2023 National

SidhiKhabar

SidhiKhabar

National : PM મોદીએ વિશ્વની સૌથી મોટી જળયાત્રાને દેખાડી લીલી ઝંડી, જાણો કેટલા કિલોમીટરની છે આ ય

નેશનલ ડેસ્ક : પીએમ મોદીએ આજે ગંગા વિલાસ ક્રુઝને વર્ચ્યુઅલી લીલી ઝંડી દેખાડી રવાના કર્યું. વારાણસીના રવિદાસ ઘાટથી આ ક્રુઝ મુસાફરોને લઈને અસમ જવા માટે રવાના થયું. 51 દિવસની મુસાફરી હશે. આ દરમિયાન ક્રુઝ 50 જગ્યાઓ પરથી પસાર થશે. જેમાં પર્યટકોને ગંગા કિનારા તો જોવા મળશે જ સાથે સાથે અહીંની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે દેશના ગૌરવશાળી વારસા અને એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના લઈને ગંગા વિલાસ પર્યટકોને આપણી સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓની સાથે સાથે 'નવા ભારત'નું પણ અવલોકન કરાવશે.


તહેવારો ઉજવતા લોકોને શુભેચ્છા

તહેવારો ઉજવતા લોકોને શુભેચ્છા

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે આજે લોહડીનો ઉમંગભર્યો તહેવાર છે. આવનારા દિવસોમાં ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, ભોગી, બિહુ, પોંગલ જેવા અનેક તહેવારો આવશે. હું દેશ દુનિયામાં આ તહેવારો ઉજવતા લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. આજે કાશીથી ડિબ્રુગઢ વચ્ચે દુનિયાની સૌથી મોટી નદી જળયાત્રા ગંગા વિલાસ ક્રુઝનો શુભારંભ થયો છે. તેનાથી પૂર્વ ભારતના અનેક પર્યટક સ્થળ વર્લ્ડ ટુરિઝમના મેપ પર વધુ પ્રમુખતાથી આવવાના છે.

તેમણે કહ્યું કે ક્રુઝ ટુરિઝમનો આ નવો દોર આ ક્ષેત્રમાં આપણા યુવા સાથીઓને રોજગાર-સ્વરોજગારની નવી તકો આપશે. વિદેશી પર્યટકો માટે તો તે આકર્ષણ હશે જ સાથે દેશના પણ જે પર્યટકો પહેલા આવા અનુભવો માટે વિદેશ જતા હતા તેઓ પણ હવે પૂર્વ-ઉત્તર પૂર્વ ભારત જઈ શકશે. આ ક્રુઝ અલગ અલગ નદીઓમાંથી પસાર થશે અને જે લોકો ભારતના સમૃદ્ધ ખાન પાનનો અનુભવ કરવા માંગતા હોય તેઓના માટે આ એક ઉત્તમ અવસર છે. એટલે કે ભારતના વારસા અને આધુનિકતાનો અદભૂત સંગમ આપણને આ યાત્રામાં જોવા મળશે. 2014માં ફક્ત 5 રાષ્ટ્રીય જળમાર્ગ ભારતમાં હતા. આજે 24 રાજ્યોમાં 111 રાષ્ટ્રીય જળમાર્ગોને વિક્સિત કરવાનું કામ થઈ રહ્યું છે. તેમાંથી લગભગ બે ડઝન જળમાર્ગો પર સેવાઓ ચાલુ છે.


ગંગા વિલાસ ક્રુઝની વિશિષ્ટતાઓ

ગંગા વિલાસ  ક્રુઝની વિશિષ્ટતાઓ

ગંગા વિલાસ ક્રુઝમાં જિમ, સ્પા સેન્ટર, લેક્ચર હાઉસ, લાઈબ્રેરી છે. 40 ક્રુ મેમ્બર પણ ક્રુઝમાં સવાર લોકોને તમામ સુવિદાઓ ઉપલબ્ધ કરાવવા માટે હાજર રહેશે. ગંગા વિલાસ ક્રુઝમાં મુસાફરોને ફાઈવ સ્ટાર હોટલથી પણ વધુ સુવિધાઓ મળશે. આ જહાજને ખાસ કરીને વારાણસી અને ગંગા બેલ્ટના ધાર્મિક પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ડિઝાઈન કરાયું છે.


31 સ્વિસ મહેમાનોનો જથ્થો કાશી પહોંચ્યો

31 સ્વિસ મહેમાનોનો જથ્થો કાશી પહોંચ્યો

મંગળવારે 31 સ્વિસ મહેમાનોનો જથ્થો કાશી પહોંચ્યો અને ગંગા વિલાસ ક્રુઝ પર સવાર થયો. સ્વિસ અને જર્મન મહેમાનો દેશના સૌથી લાંબા રિવર ક્રુઝ ગંગા વિલાસ ક્રુઝ પર સવાર થયા. ભારતમાં જળ પરિવહનની સૌથી લાંબી અને રોમાંચક નદી ક્રુઝ યાત્રા 13 જાન્યુઆરીએ એટલે કે આજે વારાણસીથી શરૂ થઈ.


યાત્રા કુલ 3200 કિલોમીટરની હશે

યાત્રા કુલ 3200 કિલોમીટરની હશે

આ યાત્રા કુલ 3200 કિલોમીટરની હશે. 51 દિવસની આ યાત્રા ભારત અને બાંગ્લાદેશની 27 નદી પ્રણાલીઓથી થઈ પસાર થશે. આ યાત્રા વિશ્વ ધરોહર સાથે જોડાયેલા 50થી વધુ સ્થાનો પર થોભશે. તે સુંદરબન ડેલ્ટા અને કાંઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સહિત જળયાન રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભ્યારણ્યોમાંથી પણ પસાર થશે.

ક્રુઝ ઉચ્ચ ટેક્નોલોજીવાળી સુરક્ષા, સીસીટીવી નિગરાણી અને પૂર્ણ લક્ઝરી સુવિધાઓથી પણ સુસજ્જિત છે. યાત્રા કંટાળાજનક ન લાગે એટલે ક્રુઝ પર સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ, જિમ વગેરે સુવિધાઓ પણ હશે. જર્મનીના પર્યટક સિલ્વિયાએ કહ્યું કે વારાણસી નદીની સવારીના માધ્યમથી આ એક અવિશ્વસનિય અનુભવ થઈ રહ્યો છે અને ગંગા નદીની યાત્રા માટે તેઓ ઉત્સાહિત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top