દિલજીત દોસાંઝની વિવાદિત ફિલ્મમાં આખરે સેન્સર બોર્ડે 85 કટ્સ કેમ લગાવ્યા?

દિલજીત દોસાંઝની વિવાદિત ફિલ્મમાં આખરે સેન્સર બોર્ડે 85 કટ્સ કેમ લગાવ્યા?

07/18/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

દિલજીત દોસાંઝની વિવાદિત ફિલ્મમાં આખરે સેન્સર બોર્ડે 85 કટ્સ કેમ લગાવ્યા?

પંજાબી સિનેમાનું મોટું નામ દિલજીત દોસાંઝ આ સમયે ખૂબ લાઇમલાઇટ મેળવી રહ્યું છે. તેણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. જેમાં માત્ર પંજાબી જ નહીં, પરંતુ હિન્દી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ તે 'ક્રૂ'માં જોવા મળ્યો હતો. આ અગાઉ તેણે ગુડ ન્યૂઝ, સૂરમા અને ફિલૌરી જેવી ફિલ્મો પણ કરી છે. જલદી જ તેમની એક ફિલ્મ આવવાની છે, જે છે- પંજાબ 95. આ તેના કરિયરની સૌથી મોટી ફિલ્મોમાંથી એક હશે. પરંતુ ફિલ્મ રીલિઝ થાય તે અગાઉ જ મામલો ફસાતો નજરે પડી રહ્યો છે. CBFCએ ફિલ્મ પર કેન્ચી ચલાવી દીધી છે. લેટેસ્ટ અપડેટથી જાણવા મળ્યું છે કે સેન્સર બોર્ડે ફિલ્મમાં 85 કટ્સ લગાવ્યા છે. દિલજીત દોસાંજની પંજાબ 95નું ડિરેક્શન હની ત્રેહાને કર્યું છે. આ તસવીર માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલડાના જીવન પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલા કટ્સ લગાવ્યા?

સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલા કટ્સ લગાવ્યા?

ફિલ્મમાં દિલજીત દોસાંઝ જસવંત સિંહ ખાલડાનું પાત્ર ભજવી રહ્યો છે. તેણે સિખ યુવકો ગુમ થવા અને હત્યાની તપાસ કરી હતી. આ એ લોકો છે જે વર્ષ 1984-1994 વચ્ચે થયેલા પંજાબ વિદ્રોહ દરમિયાન ગુમ થયા હતા. તાજેતરમાં મિડ ડેમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો. તેનાથી ખબર પડી કે ફિલ્મ જોયા બાદ સેન્સર બોર્ડે તેમાં 85 કટ્સ લગાવવા કહી દીધુ છે. આટલું જ નહીં મેકર્સની સતત મુશ્કેલીઓ વધી રહી છે. આજ રિપોર્ટ પરથી એ પણ ખબર પડી કે આ ફિલ્મને રીલિઝ માટે સર્ટિફિકેટ આપવાનું પણ સેન્સર બોર્ડ વિચારી રહ્યું છે.


CBFCએ અત્યાર સુધી ફિલ્મ અંગે કોઇ નિર્ણય લીધો નથી

CBFCએ અત્યાર સુધી ફિલ્મ અંગે કોઇ નિર્ણય લીધો નથી

રિપોર્ટમાં એમ પણ કહેવામાં કે સેન્સર બોર્ડે 85 કટ્સ પર સહમતી વ્યક્ત કરી છે. છતાં તેમની તરફથી નિર્માતાઓને એમ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ એક વિવાદાસ્પદ વિષય પર આધારિત છે. આ સમયમાં ફિલ્મ રીલિઝ કરવી યોગ્ય છે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે. CBFCએ અત્યાર સુધી ફિલ્મ અંગે કોઇ નિર્ણય લીધો નથી. જોકે, દિલજીત દોસાંજની ફિલ્મ સાથે આમ પહેલીવાર નથી થઇ રહ્યું. આ અગાઉ પણ સેન્સર બોર્ડે તેની ફિલ્મ પર આપત્તિ દર્શાવી હતી ઉઠાવ્યો હતો. નામ હતું- ઘલ્લુઘરા. તે સમયે, ફિલ્મ પર 21 કટ લગાવવા કહેવામાં આવ્યું હતું. સાથે જ તેનું નામ બદલવા માટે પણ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ રોની સ્ક્રૂવાલાએ બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top