જ્યાં થયો હતો કન્હૈયાલાલ હત્યાકાંડ, એ ઉદયપુર સીટ પર ભાજપ કે કોંગ્રેસ કોની થઈ જીત

જ્યાં થયો હતો કન્હૈયાલાલ હત્યાકાંડ, એ ઉદયપુર સીટ પર ભાજપ કે કોંગ્રેસ કોની થઈ જીત

12/03/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

જ્યાં થયો હતો કન્હૈયાલાલ હત્યાકાંડ, એ ઉદયપુર સીટ પર ભાજપ કે કોંગ્રેસ કોની થઈ જીત

વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનની ઉદયપુર સીટ પર ખૂબ ગરમાવો જોવા મળ્યો હતો. પેપરલીક, ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ જેવા તમામ મુદ્દો સાથે ભાજપે અહી કન્હૈયાલાલ હત્યાકાંડના મધ્યમથી કોંગ્રેસ રાજ્યમાં ગુનાના મુદ્દાને ખૂબ હવા આપી. પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પ્રચારનો શંખનાદ પણ ઉદયપુરથી કર્યો હતો. તેમણે કન્હૈયાલાલ હત્યાકાંડને લઈને રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આજે આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપે અહી સારા માર્જિનથી જીત હાંસલ કરી હતી.


વડાપ્રધાને પણ કર્યો હતો કોંગ્રેસ પર પ્રહાર:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીઓમાં કન્હૈયાલાલ હત્યાકાંડનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને કટઘરામાં ઊભી કરી હતી. તુષ્ટિકરણનો આરોપ લગાવતા તેમણે ભાજપ શાસનનો ફરક સમજાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કેસનો ઉલ્લેખ માત્ર રાજસ્થાનની ચૂંટણી રેલીઓમાં જ નહીં, મધ્ય પ્રદેશની ચૂંટણી રેલીઓમાં પણ કર્યો અને કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં ખુલ્લેઆમ ગળું કાપી દેવામાં આવે છે. સરકાર જોતી રહે છે. વિકાસ વિરોધી જ્યાં પણ જઈ રહ્યા છે, તુષ્ટિકરણ લાવી રહ્યા છે. આ જ નિવેદનનું તેમણે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી વચ્ચે ગ્વાલિયરની રેલીમાં પુનરાવર્તન કર્યું હતું.


ઉદયપુરથી તારાચંદ જૈન 32 હજાર કરતાં વધુ વૉટથી જીત્યા:

ઉદયપુરથી તારાચંદ જૈન 32 હજાર કરતાં વધુ વૉટથી જીત્યા:

ભાજપ પોતાની રણનીતિ હેઠળ ચૂંટણી મેદાનમાં ઉતરી અને જનતાને પોતાની વાત સમજાવવામાં સફળ પણ રહી. તેનું જ પરિણામ રહ્યું કે, ઉદયપુર વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર તારચંદ જૈને જીત હાંસલ કરી. તેમણે 32,000 કરતાં વધુ મતોથી કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ વલ્લભને હરાવ્યા છે. ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તુલસી રામ ગમેતી ત્રીજા નંબર પર રહ્યા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ લબાના 500 મતોમાં જ સમેટાઇ ગયા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top