આખરે સ્વામીનારાયણ સંતે કહ્યું "એજ સ્થળે થશે ગણેશ ઉત્સવ"! રાજકોટના બાલાજી મંદિરમાં આવ્યો વિવાદનો અંત
કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આવેલા બાલાજી મંદિર ખાતે છેલ્લા 13 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર કોઠારી દ્વારા આ જગ્યા પર રેતી-કપચી પાથરીને અને માણસો મોકલીને સ્ટેજ તોડીને ગણપતિ મહોત્સવનું આયોજન ન કરવા અંગે પ્રયાસ કરાયો હતો. જે બાદ ગજાનંદ ધામ મંડળ અને સનાતનીઓ લાલઘુમ થઈ હયા હતા.
હવે બાલાજી મંદિરમાં ગણેશ મહોત્સવ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બાલાજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. બાલાજી મંદિરના વિવેક સાગર સ્વામીએ જ આ અંગે માહિતી આપી છે. તેઓએ જણાવ્યું કે, બાલાજી મંદિર અને ગજાનંદ ધામ વચ્ચે સમાધાન થયું છે. ગણપતિ મહોત્સવ તે જ જગ્યાએ યોજાશે.
બાલાજી મંદિરમાં ગણપતિ મહોત્સવ યોજવાની સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર સ્વામી દ્વારા મનાઈ ફરમાવવામાં આવતા આયોજકો અને સનાતનીઓ રોષે ભરાયા હતા. જે ગઈકાલે રાત્રે પોલીસ કમિશનરે બાલાજી મંદિરના સ્વામી સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ આ જગ્યા પર છેલ્લા 13 વર્ષથી યોજાતો ગણપતિ મહોત્સવ આ વર્ષે પણ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરી તૈયાર કરેલું સ્ટેજ વિવેક સ્વામીના ચાર માણસોએ તોડી પાડ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. આ સાથે ગજાનંદ ધામ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. વિવેક સાગર સ્વામીએ ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા પર રોકી દીધી હતી. જેને લઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તે બાદ આ મામલે લોકોના ટોળા એકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ગજાનંદ ધામ મંડળના સભ્યો એકત્ર થયા હતા અને JCBથી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી. જે બાદ આ મામલે ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી અને ઉત્સવ માટે મંજૂરી આપવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp