રાજકોટ અગ્નિકાંડ : 'ડેથ ઝોન'માં ન્યાયની આશા પર બુલડૉઝર ફેરવાયું....! શું અગ્નિકાંડના પુરાવા નાશ

રાજકોટ અગ્નિકાંડ : 'ડેથ ઝોન'માં ન્યાયની આશા પર બુલડૉઝર ફેરવાયું....! શું અગ્નિકાંડના પુરાવા નાશ થયા?

05/29/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજકોટ અગ્નિકાંડ : 'ડેથ ઝોન'માં ન્યાયની આશા પર બુલડૉઝર ફેરવાયું....! શું અગ્નિકાંડના પુરાવા નાશ

Rajkot Game Zone Fire : TRP ગેમિંગ ઝોન રાજકોટમાં ડેથ ઝોન બનતા 30 જીંદગીઓ ભરખી ગયો છે. અત્યાર સુધીની જેટલી વિગતો બહાર આવી છે તે ભયાવહ છે. આ ઝોન બિલ્ડીંગ યુઝ પરમિશન વગર ત્રણ વર્ષથી કાર્યરત હતો. આ જીવલેણ આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો હતા? કેટલા બહાર નીકળવામાં સફળ થયા? કેટલાનો ભોગ લેવાયો? કેટલાની હજી ભાળ નથી મળી? એવા કોઈ સવાલનો સત્તાવાર કે બિનસત્તાવાર જવાબ નથી. અહીં, ફાયર સેફ્ટી માટેના ઉપકરણો હતા કે નહીં તેના માટે કોઈ મંજૂરી મેળવવામાં આવી હતી ક નહિ?


ગુજરાત સરકાર પણ સંપૂર્ણ મૌન

ગુજરાત સરકાર પણ સંપૂર્ણ મૌન

ઝોનમાં કેટલીક ગેમ્સ માટે પેટ્રોલ-ડિઝલના સ્વરૂપે જવલનશીલ પદાર્થોના સ્ટોરેજ પણ હતા. આ સ્ટોરેજ માટે કોઈ પરવાને, મંજૂરી કે સ્ટોરેજ બનાવવા માટે કોઈ નિયમોનું પાલન થયેલું કે નહીં એ અંગે તો હજુ તપાસ થવાની છે. સામાન્ય ઘટનામાં નિવેદન, સૂચના અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા હોવાની બડાશો હાંકનાર રાજ્ય સરકાર પણ સંપૂર્ણ મૌન છે.આટલી અસ્પષ્ટ અને મૂંઝવણભરી સ્થિતિ વચ્ચે દુર્ઘટના જે સ્થળે બની તે ‘ક્રાઈમ સીન’ બૂલડોઝરનો ઉપયોગ કરી સમથળ કરી નાખવામાં આવ્યો છે. માત્ર 96 કલાકમાં પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક લેબ મૃતકોના DNA મેળવી તેમની ઓળખ કરવામાં વ્યસ્ત છે. રાજકોટ પોલીસ આરોપી પકડી તેને રિમાન્ડ મેળવવામાં અને મ્યુનિસિપલ કમિશનરઆડેથઝોનને પરમિશન આપી કે નહીં તેના કાગળિયા એકત્ર કરી રહી છે.


45 વ્યક્તિના નિવેદન લીધા

45 વ્યક્તિના નિવેદન લીધા

કોઈપણ ક્રાઈમમાં ઘટના સ્થળ સૌથી મોટો પુરાવો હોય છે. આ કેસમાં હવે આ પુરાવાનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. એ પણ સમગ્ર સરકારી મશીનરીની હાજરીમાં, સરકારી મશીનરી દ્વારા જ તેનો નાશ કરવામાં આવ્યો છે. સરકારે નિમેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે પ્રાથમિક અહેવાલ માટે 45 વ્યક્તિના નિવેદન લીધા છે, ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને 'ડેથ ઝોન'ના ભૂતકાળ અંગેના દસ્તાવેજ એકત્ર કર્યા છે. પુરાવાનો નાશ કરવો, પુરાવા સાથે ચેડાં કરવા એ પણ એક મોટો ગુનો બને છે. અને આ કેસમાં પુરાવાનો નાશ કરવાની હિંમત કોના ઈશારે સ્થાનિક તંત્રમાં આવી એ પણ એક મોટો સવાલ છે. ટીઆરપી 'ડેથ ઝોન'ના કેસમાં પણ પુરાવાનો નાશ થઈ જવાથી કોઈ મોટી સજા થાય, મૃતકોના પરિજનોને ન્યાય મળે એવી આશાઓ ઉપર બૂલડોઝર ફેરવવામાં આવી રહ્યું હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top