રોહિત શર્માએ PM મોદી સામે ખોલ્યું રહસ્ય, જણાવ્યું કેમ ચાખી બાર્બાડોસની માટી? જુઓ વીડિયો

રોહિત શર્માએ PM મોદી સામે ખોલ્યું રહસ્ય, જણાવ્યું કેમ ચાખી બાર્બાડોસની માટી? જુઓ વીડિયો

07/06/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

રોહિત શર્માએ PM મોદી સામે ખોલ્યું રહસ્ય, જણાવ્યું કેમ ચાખી બાર્બાડોસની માટી? જુઓ વીડિયો

ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી પોતાના નામે કરી. ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. ભારતે 29 જૂનના રોજ ટ્રોફી જીતી અને ભારતીય ટીમ 4 જુલાઈએ સ્વદેશ પરત ફરી. દિલ્હી એરપોર્ટ પર ભારતીય ખેલાડીઓનું ફેન્સે શાનદાર સ્વાગત કર્યું. દિલ્હી પહોંચતા જ ભારતીય ખેલાડીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમની સાથે કેટલીક યાદગાર પળો શેર કરી. આ દરમિયાન રોહિત શર્માએ પણ વડાપ્રધાન મોદી સાથે વાત કરી અને પોતાના અનુભવો બાબતે જણાવ્યું.


PM મોદીએ રોહિતને કર્યો સવાલ:

PM મોદીએ રોહિતને કર્યો સવાલ:

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખૂબ ઈમોશનલ નજરે પડ્યો. રોહિત શર્મા પોતાના આંસુ રોકી શકતો નહોતો. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં રોહિત શર્મા બાર્બાડોસની પીચની માટી ખાતો નજરે પડી રહ્યો હતો. તેના પર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાલ કર્યો કે તેણે બાર્બાડોસની માટી કેમ ચાખી? તો રોહિત શર્માએ તેના પર દિલ જીતનારો જવાબ આપ્યો. આ વીડિયોમાં 3 મિનિટ 40 સેકન્ડ બાદ રોહિત શર્માને વડાપ્રધાન મોદીએ આ સવાલ કર્યો છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)


રોહિતે કેમ ચાખી બાર્બાડોસની માટી?

રોહિતે કેમ ચાખી બાર્બાડોસની માટી?

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠો હતો. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ તેને એક વીડિયો દેખાડ્યો, જેમાં તે પીચની માટી ખાતો નજરે પડી રહ્યો છે. વડાપ્રધાને પૂછ્યું કે આ પળ પાછળ તારા મનને જાણવા માગું છું. વડાપ્રધાને કહ્યું કે, માટી ક્યાંય પણ હોય, પરંતુ ક્રિકેટની જિંદગી જ પીચ પર હોય છે અને રોહિતે ક્રિકેટની જિંદગીનું જ ચુંબન કર્યું છે. એમ કોઈ હિન્દુસ્તાની જ કરી શકે છે. તેના પર રોહિતે કહ્યું કે, જ્યાં ભારતીય ટીમને એ જીત મળી, તેણે એ પળને આજીવન યાદ રાખવી હતી અને તેને ચાખવી હતી. આ કારણે તેણે એમ કર્યું અને ભારતીય ટીમ ઘણી વખત ફાઇનલ નજીક આવી, પરંતુ જીતી ન શકી, પરંતુ આ વખત તેમણે તેને જીતી લીધી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top