બીજી T20 અગાઉ ભારતીય ટીમને લાગ્યો ઝટકો, આ વિસ્ફોટક બેટ્સમેન થયો ઇજાગ્રસ્ત
Abhishek Sharma: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. બંને ટીમો ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના વિસ્ફોટક યુવા ઓપનર અભિષેક શર્મા ઇજાગ્રસ્ત થયો છે. અભિષેક માટે બીજી T20 રમવી મુશ્કેલ છે. અભિષેક શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. તેના પગની ધૂંટીમાં ઇજા થઇ હતી. તે ખૂબ જ પીડામાં દેખાતો હતો. ઈજાને કારણે તે ચાલી પણ શકતો નહોતો. હવે એવું માનવામાં આવે છે કે અભિષેક માટે બીજી T20 રમવી મુશ્કેલ છે. પહેલી T20માં ભારતની જીતનો હીરો અભિષેક હતો.
કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પહેલી T20માં અભિષેક શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે ઇંગ્લિશ બૉલરોને ભારે ધોલાઇ કરી હતી. અભિષેકના બેટમાંથી 5 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. તેણે લગભગ 232 ના સ્ટ્રાઇક રેટથી માત્ર 34 બોલમાં 79 રનની ઇનિંગ રમી હતી. અભિષેકની તોફાની ઇનિંગ્સને કારણે ભારતે 133 રનનો લક્ષ્યાંક માત્ર 12.5 ઓવરમાં જ મેળવી લીધો.
🚨ABHISHEK SHARMA DOUBTFUL IN SECOND T20 MATCH🚨- Abhishek Sharma is likely Doubtful for Second T20 Match due to Injured in pratice session after hurting the ankle. pic.twitter.com/jvSMxvor8t — Vikas Yadav (@VikasYadav66200) January 24, 2025
🚨ABHISHEK SHARMA DOUBTFUL IN SECOND T20 MATCH🚨- Abhishek Sharma is likely Doubtful for Second T20 Match due to Injured in pratice session after hurting the ankle. pic.twitter.com/jvSMxvor8t
અભિષેક શર્માની ઈજા ભારત માટે મોટો ઝટકો છે, કારણ કે પસંદગીકારોએ આ શ્રેણીમાં ફક્ત 2 ઓપનરોની પસંદગી કરી છે. 15 સભ્યોની ટીમમાં સંજૂ સેમસન અને અભિષેક શર્મા સિવાય કોઈ ઓપનર નથી. આવી સ્થિતિમાં, જો અભિષેક બીજી T20 નહીં રમે, તો તિલક વર્માને ઇનિંગની શરૂઆત કરવી પડી શકે છે. તિલક ત્રીજા નંબરે રમે છે. એવામાં, તે ઓપનર તરીકે પણ રમી શકે છે. આ ઉપરાંત, ધ્રુવ જુરેલ પણ એક વિકલ્પ છે. જોકે, જુરેલે ફક્ત સ્થાનિક ક્રિકેટમાં જ ઇનિંગની શરૂઆત કરી છે. તે IPLમાં ઓપનિંગ કરતો જોવા મળ્યો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp