India Vs Australia 5th Test: ટીમની ચિંતા વધી, જસપ્રીત બૂમરાહ મેદાન છોડી હૉસ્પિટલ પહોંચ્યો; જુઓ વીડિયો
Jasprit Bumrah: ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં ટીમના કેપ્ટન જસપ્રીત બૂમરાહને મેદાન છોડવું પડ્યું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટના બીજા દિવસે દર્દ અનુભવ્યા બાદ બુબમરાહ મેદાનની બહાર નીકળી ગયો હતો. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બે સપોર્ટ સ્ટાફ મેમ્બર્સ સાથે સ્કેન માટે સ્ટેડિયમની બહાર જતો જોવા મળે છે.
સિડનીમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને છેલ્લી ટેસ્ટ વચ્ચે ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી રહી છે. મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલો જસપ્રીત બૂમરાહ અચાનક મેદાન છોડીને જતો રહ્યો હતો અને પછી લગભગ અડધા કલાક બાદ તે મેડિકલ ટીમ સાથે બહાર આવ્યો હતો. આવી સ્થિતિમાં, એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે તે કોઈ પ્રકારના સ્કેન માટે મેડિકલ ટીમ સાથે બહાર ગયો છે. બૂમરાહ મેડિકલ ટીમ સાથે કારમાંથી નીકળતો જોવા મળ્યો હતો.
🚨 BUMRAH LEAVES FOR SCANS. 🚨- Fingers are crossed...!!! 🤞pic.twitter.com/HAdB2tudiX — Mufaddal Vohra (@mufaddal_vohra) January 4, 2025
🚨 BUMRAH LEAVES FOR SCANS. 🚨- Fingers are crossed...!!! 🤞pic.twitter.com/HAdB2tudiX
અંગ્રેજી કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ પણ અનુમાન લગાવ્યું કે કદાચ બૂમરાહને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. સિડની ટેસ્ટના બીજા દિવસ સુધીમાં બૂમરાહે 10 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. જોકે હવે બૂમરાહ બીજા દિવસે બોલિંગ કરતો જોવા નહીં મળે. એકંદરે, જમણા હાથના ફાસ્ટ બોલરે આ શ્રેણીમાં 32 વિકેટ લીધી છે. આ શ્રેણીમાં ભારતનો બીજો સર્વશ્રેષ્ઠ બોલર મોહમ્મદ સિરાજ છે જેણે અત્યાર સુધી 18 વિકેટ ઝડપી છે. બૂમરાહનું આ રીતે બહાર જવું ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. કેમ કે આ મેચ ભારત માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp