Video : ભારતના સ્વર્ગના રસ્તાઓ પર સચિન તેંડુલકરે અજમાવ્યો ક્રિકેટ પર હાથ, વિડિઓ શેર કરતા જણાવ્ય

Video : ભારતના સ્વર્ગના રસ્તાઓ પર સચિન તેંડુલકરે અજમાવ્યો ક્રિકેટ પર હાથ, વિડિઓ શેર કરતા જણાવ્યું કે, ક્રિકેટ કાશ્મીર,.......

02/22/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Video : ભારતના સ્વર્ગના રસ્તાઓ પર સચિન તેંડુલકરે અજમાવ્યો ક્રિકેટ પર હાથ, વિડિઓ શેર કરતા જણાવ્ય

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા મહાન સચિન તેંડુલકરે પ્રોફેશનલ ક્રિકેટમાંથી તો રિટાયરમેન્ટ લઈ લીધુ છે, પરંતુ જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે તેઓ ક્રિકેટ પર પોતાનો હાથ અજમાવી લે છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં કાશ્મીરની વાદીઓમાં મજા માણી રહ્યા છે. કાશ્મીરને ભારતનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. 


સચિનને શેર કર્યો વીડિયો

જમ્મુ કાશ્મીરના રસ્તાઓ પરથી તેમની ગાડી પસાર થાય છે. અને તે રસ્તા પર કેટલાક સ્થાનિક બાળકોને ક્રિકેટ રમતા જોવે છે, તો તે પોતાને ક્રિકેટ રમતાં રોકી શકતા નથી. અને ગાડીમાંથી ઉતરીને સચિન લોકો  સાથે થોડી મસ્તીની ક્ષણો માણી લે છે. 


ક્રિકેટ-કાશ્મીર, સ્વર્ગમાં મેચ

સચિન તેંડુલકરે જમ્મુ કાશ્મીરના રસ્તાઓ પર કેટલાક યુવાનો સાથે ક્રિકેટ રમતો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું કે- ક્રિકેટ કાશ્મીર, સ્વર્ગમાં મેચ. 



આ વીડિયોમાં જોવા મળે છે કે, સચિન પોતાની બ્લેક કારમાંથી નીચે ઉતરે છે. કેટલાક લોકો રસ્તા પર ડબ્બા અને બોક્સના સ્ટમ્પ બનાવીને ક્રિકેટ રમતા હતા. ક્રિકેટર સીધા જ તેમની પાસે જાય છે અને પૂછે છે, શું હું પણ રમી શકું?  ત્યાં ક્રિકેટ રમતાં લોકોને લાગ્યું કે, તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. તેણે તરત જ માસ્ટરને બેટ સોંપી દીધુ હતુ. 

આ પછી સચિન પૂછે છે કે, મેન બોલર કોણ છે? અને બેટિંગ શરૂ કરો. આ દરમિયાન સ્ટ્રેટ ડ્રાઇવ, કવર ડ્રાઇવ સહિત ઘણા ક્રિકેટિંગ શોટ્સ બતાવે છે. આ વિડિયોમાં સચિનની આજુબાજુ સુરક્ષાકર્મીઓ પણ જોવા મળી રહ્યાં છે. 



પત્ની અંજલિ અને પુત્રી સારા પણ તેમની સાથે જમ્મુની ટ્રીપ પર

પત્ની અંજલિ અને પુત્રી સારા પણ તેમની સાથે જમ્મુની ટ્રીપ પર

સચિન બેટને ઊંધું પકડીને પણ બેટિંગ કરતા જોવા મળ્યા. સચિનના પત્ની અંજલિ અને પુત્રી સારા પણ તેમની સાથે જમ્મુની ટ્રીપ પર છે. આ પહેલાં પણ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. આ પહેલાં તેમણે અવંતીપોરામાં બેટ ફેક્ટરીની મુલાકાત પણ લીધી હતી. જ્યાં તેમણે બેટ બનાવનારા કારીગરો સાથે વાતચીત કરી હતી. જેની મુલાકાત લેતો એક વીડિયો પણ સચિન તેંડુલકરે ટ્વીટર પર શેર કર્યો હતો. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top