વિશ્વની સૌથી ક્રૂર કવીન; અપરિણીત છોકરીઓની હત્યા કરી પીતી હતી તેમનું લોહી, 650થી પણ વધુ છોકરીનો

વિશ્વની સૌથી ક્રૂર કવીન; અપરિણીત છોકરીઓની હત્યા કરી પીતી હતી તેમનું લોહી, 650થી પણ વધુ છોકરીનો લીધે છે જીવ

07/29/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

વિશ્વની સૌથી ક્રૂર કવીન; અપરિણીત છોકરીઓની હત્યા કરી પીતી હતી તેમનું લોહી, 650થી પણ વધુ છોકરીનો

વર્લ્ડ ડેસ્ક : તમે દુનિયાના ઘણા એવા સીરિયલ કિલરની કહાણી તો સાંભળી જ હશે, જેમણે પોતાના પાગલપનને કારણે અનેક નિર્દોષ લોકોના જીવ લીધા છે. આવી એક રાણીની વાર્તા છે. આ રાણી એક ભયંકર સિરિયલ કિલર પણ હતી. આ ક્રૂર રાણી અપરિણીત છોકરીઓને મારીને તેમના લોહીથી સ્નાન કરતી હતી.

આ રાણીનું નામ એલિઝાબેથ બાથરી હતું. એલિઝાબેથ બાથરી હંગેરીના રાજ્યના એક શ્રીમંત પરિવારમાંથી હતી. તેણીના લગ્ન ફેરેન્ક નાદેસ્દી નામના માણસ સાથે થયા હતા, જે તુર્કો સામેના યુદ્ધમાં હંગેરીના રાષ્ટ્રીય નાયક હતા.


છોકરીઓનો શિકાર કરતી

છોકરીઓનો શિકાર કરતી

કહેવાય છે કે એલિઝાબેથ તેના પતિની સામે પણ છોકરીઓનો શિકાર કરતી હતી. 1585 થી 1610 ના વર્ષો દરમિયાન, બાથોરીએ 650 થી વધુ અપરિણીત છોકરીઓની હત્યા કરી અને તેમને તેમના લોહીથી સ્નાન કર્યું. તે આમ કરતી હતી જેથી તે જીવનભર યુવાન રહી શકે.

રાણી એલિઝાબેથે છોકરીઓની હત્યા કર્યા પછી પણ અટકી નહિ, પરંતુ તે છોકરીઓ સાથે ક્રૂર કૃત્ય પણ કરતી. ઘણા અહેવાલો અનુસાર, તે મૃત યુવતીઓનું માંસ તેના દાંત કરડીને બહાર કાઢતી હતી, તેના ત્રણ નોકરોએ પણ આ ભયંકર ગુનામાં તેનો સાથ આપ્યો હતો.


પોતાની જાળમાં ફસાવી મોત આપતી

પોતાની જાળમાં ફસાવી મોત આપતી

સમાચાર અનુસાર, એક ઉચ્ચ હોદ્દાની મહિલા હોવાને કારણે, તે નજીકના ગામડાઓની ગરીબ છોકરીઓને પોતાના મહેલમાં બોલાવતી હતી અને તેમને સારા પૈસા માટે કામ કરાવવાની લાલચ આપતી હતી, પરંતુ જેવી યુવતીઓ મહેલમાં પ્રવેશતી કે તરત જ તે તેમને પોતાની જાળમાં ફસાવી દેતી. પછી ત્રાસ આપી તેમને મારી નાંખતી.


જ્યારે હંગેરીના રાજાને આ વાતની જાણ થઈ તો તેણે આ મામલે તપાસ શરૂ કરી. જ્યારે તપાસકર્તાઓ આ મામલાને લઈને જાનવર રાણીના મહેલમાં પહોંચ્યા તો ત્યાંની હાલત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કહેવાય છે કે રાણીએ આ લોકોને પણ મારી નાખ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top