સુરતમાં ફરી ઝડપાઈ નકલી નોટો, 2ની ધરપકડ, એક વૉન્ટેડ જાહેર
Surat Fake Notes: સુરતમાંથી ઘણી વખત નકલી નોટોનો કારસો સામે આવતો રહે છે. ફરી એક વખત સુરતના પુનાથી નકલી નોટો ઝડપાઈ છે, સુરત શહેર SOGની ટીમને મોટી સફળતા મળી છે. SOGએ પુણા ગામ વિસ્તારમાંથી નકલી નોટ ઝડપી પાડી છે. આ નકલી નોટોનું પશ્ચિમ બંગાળનું કનેક્શન સામે આવ્યુ છે.
આ મામલે સુરત SOGએ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો છે. પકડાયેલા 2 આરોપીમાંથી એક આરોપી NIA અને ATSની ટીમના હાથે ચઢી ચૂક્યો છે અને 2 કેસમાં વોન્ટેડ છે. મળતી માહિતી મુજબ પુણા વિસ્તારનો રહેવાસી સુરેશ દડિયા ઉર્ફ પટેલ તેના સાથી વિજય ચૌહાણ સાથે પશ્ચિમ બંગાળના માલદાથી 500ની નકલી નોટ સુરતમાં હેરાફેરી કરવા માગતો હતો. આ દરમિયાન વહેલી સવારે સુરેશના ઘરે સુરત SOGએ દરોડા પાડી દીધા હતા, જેમાં ટીમને 500ના દરની 18 (9000 રૂપિયા) નકલી નોટો મળી આવી હતી.
વિજયની પુછપરછ કરાતા તેણે જણાવ્યું હતું કે આ નકલી નોટ પશ્ચિમ બંગાળના માલાદાથી લાવ્યા હતા. અગાઉ પણ એ NIA અને ATSની ટીમે તેની વિરુદ્ધ નકલી નોટના કેસ દાખલ કર્યા હતા અને 6 કેસમાં સંડોવાયેલો છે. તે 6 વર્ષ અગાઉ જેલમાંથી છૂટ્યો હતો. નકલી નોટોની હેરાફેરીમાં સુરેશ અને વિજયનો સાથ માલદાના તાહિર ઉર્ફ કાલીયા રઇયુદિન શેખે આપ્યો હતો.
સુરત SOGના DCP રાજદીપ નકુમે જણાવ્યા હતું કે, આ ભારતીય બનાવટની 500ના દરની નોટ અત્યંત સુક્ષ્મતાથી બનાવવામાં આવી છે. અસલી નોટ અને નકલી નોટમાં ફરક દેખાતો નથી. નોટો ચેક કરવા માટે સુરેશે મશીન વસાવ્યું હતું. આ નકલી નોટોના પ્રકરણમાં 'કાચો માવો અને પાકો માવો' કોડવર્ડમાં ઉપયોગ થતો હતો. પોલીસને આ કોડવર્ડ ઉકેલવામાં સફળતા મળી થઈ છે. કાચો માવો એટલે નકલી નોટમાં થોડી ખરાબી છે. પાકો માવો એટલે નકલી નોટ બરાબર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp