સોનિયા ગાંધીએ કહ્યું, “માહોલ આપણા પક્ષમાં છે... જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓ થઇ રહ્યા છે, પણ...” આવન

સોનિયા ગાંધીએ કહ્યું, “માહોલ આપણા પક્ષમાં છે... જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓ થઇ રહ્યા છે, પણ...” આવનારી ચૂંટણીઓ બાબતે મહત્વનું નિવેદન

07/31/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સોનિયા ગાંધીએ કહ્યું, “માહોલ આપણા પક્ષમાં છે... જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓ થઇ રહ્યા છે, પણ...” આવન

Sonia Gandhi news: આગામી મહિનાઓમાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને બિહારમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગત લોકસભા ચૂંટણીઓમાં પાર્ટીને માત્ર 99 સીટ્સ મળી છે, તેમ છતાં અપેક્ષા કરતા પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હતું. આથી કોન્ગ્રેસ નેતાઓને લાંબા સમય બાદ એવું લાગવા માંડ્યું છે કે પાર્ટી પાસે અનેક રાજ્યોમાં ફરીથી સત્તા પર પાછા ફરવાની તક ઉભી થઇ છે. આ દરમિયાન વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં દેશની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કહ્યું કે “અત્યારે વાતાવરણ આપણા માટે અનુકૂળ છે, તેમ છતાં...”


દેશના લોકો ચિંતિત છે...

દેશના લોકો ચિંતિત છે...

બજેટ અંગે સોનિયા ગાંધીએ બજેટ, જમ્મુ-કાશ્મીર અને મણિપુર મુદ્દે સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે, "ખેડૂતો અને યુવાનોની માંગણીઓને તેમાં અવગણવામાં આવી છે. ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ફાળવણીએ પૂર્ણ કરવા માટે જરૂરી કામ સાથે ન્યાય કર્યો નથી. દેશભરમાં કરોડો પરિવારો વધતી બેરોજગારી અને મોંઘવારીથી બરબાદ થઈ ગયા છે."

સોનિયાએ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના સરકારના દાવાઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. સોનિયાએ કહ્યું, "રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ આ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઓછામાં ઓછા અગિયાર આતંકવાદી હુમલા એકલા જમ્મુ ક્ષેત્રમાં થયા છે. આવા હુમલા ખીણમાં પણ થયા છે. મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ અને નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓની મજાક ઉડાવે છે કે જમ્મુ અને કાશ્મીરમાં બધું બરાબર છે.” મણિપુરનો ઉલ્લેખ કરતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, "મણિપુરમાં સ્થિતિમાં સુધારો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી દુનિયાનો પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ મણિપુરની મુલાકાત લેવા અને ત્યાંની સ્થિતિને સામાન્ય બનાવવાની પહેલ કરવાનો ઈન્કાર કરી રહ્યા છે. "


“વાતાવરણ આપણી તરફેણમાં છે, પરંતુ...”

“વાતાવરણ આપણી તરફેણમાં છે, પરંતુ...”

સોનિયા ગાંધીએ કહ્યું, "થોડા મહિનામાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આપણે લોકસભાની ચૂંટણીમાં સર્જાયેલી ગતિ જાળવી રાખવાની છે. વાતાવરણ આપણા પક્ષમાં છે, પરંતુ આપણે જીતવાની જરૂર છે. આપણે એક થઈને કામ કરવું પડશે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચવાની જરૂર નથી." સોનિયાએ વધુમાં ઉમેર્યું કે જો કોંગ્રેસ આ રાજ્યોમાં જીતી જશે તો દેશના રાજકારણમાં મોટો બદલાવ લાવી શકશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top