Stock Market : ગુજરાતની આ 5 કંપનીઓના IPOનું જોરદાર પરફોર્મન્સ, મંદીમાં પણ આપ્યું 280% સુધી વળતર

Stock Market : ગુજરાતની આ 5 કંપનીઓના IPOનું જોરદાર પરફોર્મન્સ, મંદીમાં પણ આપ્યું 280% સુધી વળતર

06/16/2022 Business

SidhiKhabar

SidhiKhabar

Stock Market : ગુજરાતની આ 5 કંપનીઓના IPOનું જોરદાર પરફોર્મન્સ, મંદીમાં પણ આપ્યું 280% સુધી વળતર

અત્યારે સ્ટોક માર્કેટ (Stock market)માં વેચવાલીનો માહોલ છે. પણ ગુજરાતની અમુક કંપનીઓએ રોકાણકારોને જલસા કરાવી દીધા છે. બમ્પર વળતર આપનારી ગુજરાતની કંપનીઓમાં તત્વ ચિંતન ફાર્મા (Tatva Chintan Pharma), અદાણી વિલ્મર (Adani Wilmar), એમી ઓર્ગેનિક (Ami Organics), રોલેક્સ રિંગ્સ (Rolex Rings) અને એક્સારો ટાઇલ્સ (Exxaro Tiles)ના આઈપીઓ સામેલ છે. આ કંપનીઓના આઈપીઓએ (Gujarat Company IPO) તાજેતરના આઈપીઓમાં કરતા સારું પ્રદર્શન કર્યું છે. સારું પ્રદર્શન કરનારી પાંચ કંપની અંગેનો રિપોર્ટ લાઇવમિન્ટે પ્રસિદ્ધ કર્યો છે.


Adani Wilmar IPO :

અદાણી વિલ્મરનો પબ્લિક ઇશ્યૂ ઇક્વિટી શેર દીઠ રૂ. 218થી 230ના ભાવે ઓફર કરવામાં આવ્યો હતો. તેના શેર બીએસઈ પર 221 રૂપિયા અને એનએસઈ પર 227 રૂપિયામાં લિસ્ટ થયા હતા. ત્યારબાદ અદાણી વિલ્મરના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. જેથી શેરની કિંમત રૂ. 878ના લાઇફટાઇમ હાઇ સુધી પહોંચી હતી. ઇશ્યૂ પ્રાઇસના અપર બેન્ડ પર આશરે 280 ટકા જેટલું રિટર્ન મળ્યું હતું. અદાણી વિલ્મરનો શેર હાલમાં ઈશ્યૂ પ્રાઈસથી 180 ટકા વધુ એટલે કે 645 રૂપિયા પર છે.


Rolex Rings IPO :

રોલેક્સ રિંગ્સનો શેર એનએસઈ પર 880-900 રૂપિયાના પ્રાઇસ બેન્ડની સરખામણીએ 1,250 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. ત્યારબાદ લિસ્ટિંગને પગલે તે ઇશ્યૂ પ્રાઇસ કરતાં 80 ટકા વધારે એટલે કે લાઇફટાઇમ હાઇ 1,624.60ને સ્પર્શી ગયો હતો. હાલ આ શેર ઇશ્યૂ પ્રાઇસથી 60 ટકા ઉપર 1,447 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે.


Tatva Chintan IPO :

આ શેરની એન્ટ્રી જોરદાર હતી. તેમાં 95 ટકાનું પ્રીમિયમ મળ્યું હતું. એનએસઈ પર શેર દીઠ 1,083 રૂપિયાની સરખામણીએ તે 2,118 રૂપિયાની કિંમતે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ બાદ એનએસઈ પર આ શેર 2,977.80 રૂપિયાની લાઈફટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગયો હતો. એટલે કે ઈશ્યૂ પ્રાઈસથી 175 ટકા ઉછાળો આવ્યો હતો. હાલ આ શેર રૂ. 2215ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. જે ઈશ્યૂ પ્રાઈઝથી 105 ટકા વધુ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top