'મારી પત્નીને વશમાં કરી અને...' સુરતમાં બે પોલીસકર્મી સામે સણસણતા આરોપ, કિસ્સો હચમચાવી મૂકે એવો

'મારી પત્નીને વશમાં કરી અને...' સુરતમાં બે પોલીસકર્મી સામે સણસણતા આરોપ, કિસ્સો હચમચાવી મૂકે એવો

09/16/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

'મારી પત્નીને વશમાં કરી અને...' સુરતમાં બે પોલીસકર્મી સામે સણસણતા આરોપ, કિસ્સો હચમચાવી મૂકે એવો

સુરતનાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી દ્વારા કમલેશ જોશી નામનાં વ્યક્તિને વ્યાજે પૈસા આપ્યાનાં થોડા સમય બાદ તેની પાસે કોન્સ્ટેબલ જશુ ભરવાડ અને સંજય રજોસર દ્વારા પઠાણી ઉઘરાણી કરવાનો આક્ષેપ કરતી અરજી પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી. કમલેશ જોશી દ્વારા વ્યાજપેટે નાણાં ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ત્યારે કમલેશ જોશી પણ મૂળ ફાયનાન્સનાં ધંધા સાથે સંકળાયેલા છે. કોન્સ્ટેબલ દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા હોવાનો આરોપ છે. અરજદારે પોલીસ કમિશ્નરને કરેલી ફરિયાદમાં પુરાવા પણ રજૂ કર્યા છે.


બંનેએ મને ગુમરાહ કરીને મારી પત્નિ સાથે સારા સબંધ બનાવ્યાઃ કમલેશ જોશી

આ બાબતે અરજદાર કમલેશ જોશીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, ગોડાદરા પોલીસ મથકમાં નોકરી કરતા કોન્સ્ટેબલ જશુ ભરવાડ તેમજ સંજય રજાસરા આ બે માણસોનો ત્રાસ છે. આ લોકો મારી ગાડી ફોર વ્હીલર મુકીને મને વ્યાજે પૈસા આપતા હતા. ત્યારે છ મહિનાં પહેલા મારા અમની સાથે સબંધ હતા. તે દરમ્યાન મને કેટલીય વખત વ્યાજે પૈસા આપ્યા. અને હું તેમને વ્યાજ સાથે પૈસા આપતો હતો. આ વ્યાજની લેતીદેતીમાં મારા સબંધ તેમની સાથે થઈ ગયા હતા. આ સબંદનાં લીધે એ લોકો મારા ઘરે આવતા જતા રહેતા હતા. જે બાદ બંનેએ મને ગુમરાહ કરીને મારી પત્નિ સાથે સારા સબંધ બનાવ્યા. અને પત્નિને વાતોમાં લઈ તેને વશમાં કરી નાંખી અને આજથી ચાર મહિના પહેલા તેણે મારી પત્નિને વકીલને ત્યાં લઈ જઈ ડિવોર્સ કરાવી દીધા. જેમાં ગેરંટર તરીકે સંજય રજોસરા અને જશુ ભરવાડ હતા.


ગૃહમંત્રી તેમજ પોલીસ કમિશ્નરને મારી રજૂઆત છે આ બંનેનું કંઈક કરોઃ કમલેશ જોશી

ગૃહમંત્રી તેમજ પોલીસ કમિશ્નરને મારી રજૂઆત છે આ બંનેનું કંઈક કરોઃ કમલેશ જોશી

ધીમેધીમે જશુ ભરવાડ મારી પત્નિની નજરમાં મને નીચે પાડી પોતે સારો બની ગયો. અને મારી પત્નિ સાથે શારીરીક સબંધ બાંધવા માંડ્યો હતો. તેમજ આ બંનેને હું બેથી ત્રણ વખત કઢંગી પરિસ્થિતમાં જોઈ ગયો હતો. આ બંને વ્યક્તિ એકદમ હલકટ માણસ છે. મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારી ગૃહમંત્રી તેમજ પોલીસ કમિશ્નરને અરજ છે કે જશુ ભરવાડ તેમજ સંજય રજાસરાનો કંઈ રસ્તો કરો. આ લોકોનાં ત્રાસથી ઘણા લોકો હેરાન પરેશાન છે. આ બંને રેશ્વતખોર છે. આ કોઈ દિવસ સારૂ કામ કરવા માંગતા નથી. આ લોકોને પૈસાની ભુખ છે. આ લોકો પૈસા માટે જ બધું કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top