40 વર્ષ પછી સ્વસ્થ અને યુવાન રહેવું હોય તો આ કુટેવોની દિનચર્યામાંથી બાદબાકી કરો

40 વર્ષ પછી સ્વસ્થ અને યુવાન રહેવું હોય તો આ કુટેવોની દિનચર્યામાંથી બાદબાકી કરો

01/01/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

40 વર્ષ પછી સ્વસ્થ અને યુવાન રહેવું હોય તો આ કુટેવોની દિનચર્યામાંથી બાદબાકી કરો

આજકાલ નાની ઉંમરે જ હૃદયરોગનું જોખમ વધી રહ્યું છે. 2021નું સરવૈયું કાઢવામાં આવે તો હૃદયરોગથી મૃત્યુ પામેલા લોકોમાં 40-45 વર્ષથી નાની ઉંમરના લોકો વધુ હશે. તે પછી સામાન્ય વ્યક્તિ હોય કે પછી નાટક-સિનેમામાં કામ કરતો કલાકાર! તેનું મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાનપાનને લગતી આદતો છે. જો તમે ડાયેટનું ધ્યાન ન રાખો, કસરત ન કરો અને ખોટા પોશ્ચરમાં બેસો તો તે તમને ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે. તેનાથી હૃદયની બીમારીઓ અને કિડનીની બીમારીઓનું જોખમ વધી જાય છે. તેમજ તે તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે.

આપણું શરીર ઉંમર પ્રમાણે બદલાય છે. અને તે જ કારણસર સ્વાસ્થ્યને દરેક તબક્કે અને ઉંમરે પ્રાથમિકતા આપવી અત્યંત જરૂરી છે. તેથી ઉંમર તમારા જીવનને અસર કરવાનું શરૂ કરે તે પહેલા તમારે કેટલીક તંદુરસ્ત ટેવો રાખવી જોઈએ અને કેટલીક કુટેવોને અલવિદા કહેવું જોઈએ. 


વર્ક આઉટ ન કરવું

વર્ક આઉટ ન કરવું

વર્કઆઉટ કરવું તમામ લોકો માટે જરૂરી છે પરંતુ ખાસ કરીને 40 વર્ષની ઉંમર પછી વર્કઆઉટ ન કરવાથી નુકસાન થઇ શકે છે. આ ઉંમર એવી છે જ્યારે દરરોજ કસરત કરવી બહુ જરૂરી છે. દૈનિક કાર્યોમાં ધ્યાન અને કસરતનો સમાવેશ કરવો બહુ જરૂરી છે. જેનાથી સ્થૂળતા અને કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓથી બચી શકાશે. 


ખોટા પોશ્ચરમાં બેસવુ

ખોટા પોશ્ચરમાં બેસવુ

ખોટા પોશ્ચરમાં બેસવાથી હાડકામાં દુખાવો અને સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે. તેનાથી કરોડરજ્જુ સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.


ધૂમ્રપાન કરવું

ધૂમ્રપાન કરવું

સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન શ્વસનતંત્રને નુકસાન પહોંચાડે છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ધુમ્રપાન કરનાર પોતાને નુકશાન પહોંચાડે જ છે, પરંતુ તેની સાથે રહેનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મૂકે છે.


બ્રેઈન એક્સરસાઇઝ ન કરવી

બ્રેઈન એક્સરસાઇઝ ન કરવી

40 વર્ષની ઉંમર પછી બ્રેઈન એક્સરસાઇઝ તમારા માટે જરૂરી છે. આમ ન કરવાથી તમે અલ્ઝાઈમર અથવા નબળી યાદશક્તિની બીમારીનો શિકાર બની શકો છો. બ્રેન એક્સરસાઇઝ માટે પઝલ્સ સોલ્વ કરો. બ્રેઈન એક્સરસાઇઝ કરવાનું ભૂલશો નહીં, તેને ડેઇલી રૂટિનમાં સામેલ કરો.


નિયમિતપણે બ્લડ પ્રેશર ચેક ન કરાવવું

જો સમયાંતરે બ્લડ પ્રેશર મોનિટર ન કરવામાં આવે તો પણ નુકસાન થઇ શકે છે. બીપીવાળા દર્દીઓમાં કિડનીના રોગો અને હૃદયના રોગોનું જોખમ વધી જાય છે, તેથી બીપીને નિયમિત મોનિટર કરો અને તેને કંટ્રોલમાં રાખવા માટે ડૉક્ટરની સલાહ પર દવાઓ લો.


આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

તમારા ડેઇલી રૂટિનમાં કાર્ડિયો, જોગિંગ, યોગ, ધ્યાનનો સમાવેશ કરો. ફેટ, ઘી, માખણ, ટ્રાન્સ ફેટ ટાળો. ડેઇલી ડાયેટમાં દૂધ, દહીં, સોયા અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top