સુરત મનપાની ઘોર બેદરકારીએ 2 વર્ષના માસૂમનો લીધો ભોગ!

સુરત મનપાની ઘોર બેદરકારીએ 2 વર્ષના માસૂમનો લીધો ભોગ!

02/07/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત મનપાની ઘોર બેદરકારીએ 2 વર્ષના માસૂમનો લીધો ભોગ!

Surat: વરિયાવ-છાપરાભાઠા રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલા માસૂમને સુરત મહાનગરપાલિકા (SMC)ની ઘોર બેદકારીના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગઈકાલે ફાયર વિભાગની ટીમે ખૂબ શોધખોળ શરૂ કરી હતી. ફાયર વિભાગ અને એનડીઆરએફ દ્વારા 23 કલાક સુધી આ બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે આ માસૂમનો મૃતદેહ વરિયાવ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદાજે 35-40 ફૂટ ઊંડા કુવામાંથી મળ્યો હતો.

સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક માસૂમનું મોત થતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. માસુમ કેદારની શોધખોળ ચાલુ હતી અને શહેરમાં અફરાતફરી જેવો માહો હતો ત્યારે મેયર મનપાની ટીમ સાથે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમવા ગયા હતા, જેથી તેમની ટીકા થઇ રહી છે. પરિવારનો એક યુવક તો દંડો લઈને મેયરને મારવા દોડ્યો હતો, પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો અને અંદર લઇ જવામાં આવ્યો હતો. પરિવારજનોનો આક્રોશ જોઈને મેયર સહિત ભાજપના નેતાઓએ ભાગી જવાનો વારો આવ્યો હતો.


4 અધિકારીઓને શૉકોઝ નોટિસ

4 અધિકારીઓને શૉકોઝ નોટિસ

બાળક મળી આવ્યા બાદ આજે સવારે જ પાલિકા કમિશનર દ્વારા 4 અધિકારીઓને શૉકોઝ નોટિસ આપી દેવામાં આવી છે. રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેર, ડેપ્યુટી ઈજનેર, જુનિયર ઈજનેર અને સુપરવાઈઝારને શૉકોઝ નોટિસ આપવામાં આવી છે. અને સુરતમાં આવી ઘટના બીજી વખત ન બને તેની પણ કમિશનર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

બાળકના મોત બાદ પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદની માગ કરી હતી. પાલિકાના ગટર વિભાગના દેખરેખ રાખતા અજાણ્યા અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top