સુરત : પલસાણા લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા ક

સુરત : પલસાણા લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લૂંટનું તરકટ રચ્યું! જાણો સમગ્ર ઘટના

11/11/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત : પલસાણા લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા ક

સુરત જિલ્લાના પલસાણા ગામે લૂંટ વિથ મર્ડરની ઘટનામાં સુરત પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પત્નીએ પ્રેમી દ્વારા પતિની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો ઘટનામાં સામે આવ્યો છે. સુરત રૂરલ પોલીસના અધિક્ષક હિતેશ જોયસરે આ અંગેની માહિતી જાહેર કરી હતી.

હત્યા કેસમાં સુરત રૂરલ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનામાં પત્નીએજ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યારી પત્ની શ્વેતાએ પ્રેમીને ઘરે બોલાવી કરાવી તક મળતા પતિની હત્યા કરાવી નાખી હતી. પતિની હત્યા બાદ પત્નીએ લૂંટનું તરકટ રચ્યું હતું. જોકે પત્ની અને તે તેના પતિનું તરકટ લાંબુ ચાલ્યું નહીં અને પોલીસે હત્યારી પત્ની શ્વેતા અને પ્રેમી વિપુલ કહારની ધરપકડ કરી લીધી છે.


121 બ્રિજ સાથે સુરત દેશમાં બ્રિજ સિટી તરીકે પ્રસ્થાપિતઃ સી આર પાટીલ

121 બ્રિજ સાથે સુરત દેશમાં બ્રિજ સિટી તરીકે પ્રસ્થાપિતઃ સી આર પાટીલ

સુરત શહેરમાં આજે ભાઠેના ખાતે વધુ એક ફ્લાય ઓવર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ભાઠેના ખાતે આજથી શરૂ થયેલા બ્રિજને કારણે ટેક્સટાઈલ માર્કેટ અને હાઈવે પર પહોંચવા માટે વાહન ચાલકોને ભારે રાહત મળશે. અંદાજે 37 કરોડ રૂપિયાના ખર્ચે 560 મીટર લાંબા બ્રિજના નિર્માણને કારણે પ્રતિદિન સરેરાશ 10 લાખ લોકોને સીધો લાભ મળતાં રોજીંદા ટ્રાફિક જામની સમસ્યાથી પણ નાગરિકોને રાહત મળશે.

માથેના ફ્લાવર બ્રિજ ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર એક તબક્કે ટેક્સટાઈલ નગરી અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હતું. જે હવે બ્રિજ સિટી તરીકે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. સંભવતઃ સમગ્ર દેશમાં સુરત શહેરમાં સૌથી વધુ ફ્લાય ઓવર અને રેલવે ઓવર બ્રિજ તથા ખાડી બ્રિજ મળીને હાલ સુરત શહેરમાં 121 બ્રિજ છે.

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top