Surat: સુર્યપુત્રી તાપી બે કાંઠે, ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, વિહંગમ દ્રશ્ય.

Surat: સુર્યપુત્રી તાપી બે કાંઠે, ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, વિહંગમ દ્રશ્ય...

09/18/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: સુર્યપુત્રી તાપી બે કાંઠે, ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, વિહંગમ દ્રશ્ય.

ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશમાં ભારે વરસાદી રાઉન્ડ શરૂ થયો છે, આ બધાની વચ્ચે હવે સૂર્ય પુત્રી તાપીમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સૂર્ય પુત્રી ફરી એકવાર બે કાંઠે વહેતી થઇ છે, નદીમાં સતત નવી આવકો થઇ રહી છે.

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઉકાઇ ડેમમાં સતત પાણીમાં વધારો નોંધાઇ રહ્યો છે, આજે ઉકાઈ ડેમમાંથી 2.97 લાખ ક્યૂસેક પાણી છોડાયુ હતુ, જેના કારણે સૂર્ય પુત્રી તાપી નદીની સપાટી 10.95 મીટરે પહોંચી હતી. સુરતના નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયુ છે. કાદરશાહની નાળ સહિતના વિસ્તારો પાણી ગરકાવ થઇ રહ્યાં છે, આ ઉપરાંત સુરત કૉઝ-વે ઉપરથી પણ પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે.


સુરત કૉઝ-વે ઓવરફ્લૉ

સુરત કૉઝ-વે ઓવરફ્લૉ

અત્યારે ઉકાઈ ડેમનુ જળસ્તર હાલ 343.47 ફૂટની સપાટી સુધી પહોંચ્યુ છે, અને ઉકાઈ ડેમમાં નદીઓમાં 2.97 લાખ ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ 2.27 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. સતત પાણી વધતા સુરત કૉઝ-વે ઓવરફ્લૉ થયો છે જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. સુરત કૉઝ-વે પર રાંદેર પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.


ભાદરવામાં અનરાધાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં વરસાદ ખાબક્યો

ભાદરવામાં અનરાધાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં વરસાદ ખાબક્યો

ઓગસ્ટ મહિનાના વિરામ બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. 24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રીય છે જેના કારણે ગુજરાતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ અને હજુ ભારે વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top