નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે જણાવ્યું તિરુપતિ મંદિરના લાડુમાં ચરબી અને બીફ છે કે નહીં

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે જણાવ્યું તિરુપતિ મંદિરના લાડુમાં ચરબી અને બીફ છે કે નહીં

09/20/2024 National

SidhiKhabar

SidhiKhabar

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે જણાવ્યું તિરુપતિ મંદિરના લાડુમાં ચરબી અને બીફ છે કે નહીં

કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર તિરુપતિ તિરુમાલા મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત મંદિરમાં મળતા લાડુમાં ભેળસેળ સામે આવી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે લાડુમાં ચરબી અને બીફ હોવાની પુષ્ટિ કરી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો થયો છે. બોર્ડના રિપોર્ટ અનુસાર તિરુપતિ મંદિરના લાડુ બનાવવામાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આ લાડુઓ માત્ર ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા નહોતા પરંતુ આ લાડુઓ ભગવાનને પણ પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવતા હતા.


નાયડુએ YS જગન મોહન રેડ્ડીને પર લગાવ્યો આરોપ

નાયડુએ YS જગન મોહન રેડ્ડીને પર લગાવ્યો આરોપ

જાણકારી અનુસાર, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં તિરુપતિ મંદિરના લાડુ અને અન્નદાનમના સેમ્પલની તપાસમાં સનસનીખેજ ખુલાસા થયા છે. બીજી તરફ આંધ્ર પ્રદેશમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુને લઈને રાજકીય તોફાન સર્જાયું છે. મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ YS જગન મોહન રેડ્ડીને ઘેરતા આરોપ લગાવ્યો કે અગાઉની YSRCP સરકારે તિરુમાલામાં તિરુપતિ લાડ્ડુ પ્રસાદમ તૈયાર કરવા ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસાદ ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આવતા કરોડો ભક્તોને આપવામાં આવે છે. સીએમ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે તિરુમાલાના લાડુ પણ ખરાબ સામગ્રીથી બનાવવામાં આવ્યા હતા.


સીએમ ચંદ્રબાબુ નાયડુનો આરોપ

સીએમ ચંદ્રબાબુ નાયડુનો આરોપ

અમરાવતીમાં એનડીએ ધારાસભ્ય દળની બેઠકને સંબોધતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એમ પણ કહ્યું હતું કે લાડુ તૈયાર કરવા માટે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મંદિરની દરેક વસ્તુને સેનિટાઈઝ કરી દેવામાં આવી છે. તેનાથી ગુણવત્તામાં સુધારો થયો છે. આંધ્ર પ્રદેશના આઈટી મંત્રી નારા લોકેશે X પર ચંદ્રાબાબુ નાયડુની ટિપ્પણી શેર કરતા જગન મોહન રેડ્ડી પર પ્રહાર કરતા કહ્યું કે YSRCP સરકાર શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરી શકતી નથી. નારા લોકેશે લખ્યું, 'તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને નવાઈ લાગી કે જગન પ્રશાસને તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. જગન અને YSRCP સરકારને શરમ આવે છે, જેઓ કરોડો ભક્તોની ધાર્મિક લાગણીઓનું સન્માન ન કરી શક્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top