‘જ્યારે તમે સાંસદ હતા તો..’, રાહુલ ગાંધી પર તેજસ્વી સૂર્યાએ કર્યો પ્રહાર

‘જ્યારે તમે સાંસદ હતા તો..’, રાહુલ ગાંધી પર તેજસ્વી સૂર્યાએ કર્યો પ્રહાર

08/01/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

‘જ્યારે તમે સાંસદ હતા તો..’, રાહુલ ગાંધી પર તેજસ્વી સૂર્યાએ કર્યો પ્રહાર

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી મચી છે. અત્યાર સુધીમાં 167 લોકોના મોત થઇ ચૂક્યા છે. સેંકડો ગુમ છે. સેના, NDRF અને પોલીસ દળો રાહત કાર્યમાં લાગd/e છે. તો, ભાજપે આ દુર્ઘટનાને લઈને કેરળ સરકાર અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. લોકસભાના સભ્ય અને ભાજપના નેતા તેજસ્વી સૂર્યાએ બુધવારે કહ્યું કે વાયનાડના સાંસદ બન્યા બાદ છેલ્લા 1800 દિવસમાં તેમણે સંસદમાં એક વાર પણ ભૂસ્ખલન અને પૂરનો મુદ્દો ઉઠાવ્યો નથી.


રાહુલ ગાંધી પર તેજસ્વી સૂર્યાએ ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધી પર તેજસ્વી સૂર્યાએ ઉઠાવ્યા સવાલ

તેજસ્વી સૂર્યાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020માં કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાંથી 4000 પરિવારોને સ્થળાંતર કરવાની સલાહ આપી હતી. આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને વાયનાડનું પ્રતિનિધિત્વ કરનારા રાહુલ ગાંધીએ ક્યારેય આ મુદ્દો ઉઠાવ્યો નથી.


રાહુલ-પ્રિયંકા વાયનાડ જવા રવાના

રાહુલ-પ્રિયંકા વાયનાડ જવા રવાના

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુરુવારે સવારે જ વાયનાડ જવા રવાના થઈ ગયા છે. બંને નેતાઓ આપત્તિથી પ્રભાવિત લોકોને મળશે. દરમિયાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આજે વાયનાડની મુલાકાત લેશે અને આપત્તિને લઇને એક બેઠકમાં ભાગ લેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top