બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પર યોગ દિવસના દિવસે જ કેસ દાખલ થયો, પૈસા લઈને સારવાર ન કરવાનો આ

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પર યોગ દિવસના દિવસે જ કેસ દાખલ થયો, પૈસા લઈને સારવાર ન કરવાનો આરોપ છે

06/21/2022 National

SidhiKhabar

SidhiKhabar

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પર યોગ દિવસના દિવસે જ કેસ દાખલ થયો, પૈસા લઈને સારવાર ન કરવાનો આ

નેશનલ ડેસ્ક : યોગ દિવસ પર જ બેગુસરાય કોર્ટ માં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાબા રામદેવ પર પૈસા લઈને સારવાર ન કરવાનો આરોપ લાગ્યો છે. બાબા રામદેવ ની સાથે આચાર્ય બાલકૃષ્ણ પર પણ આ કેસ દાખલ થયો છે. બેન્ને પર બરૌની પોલીસ સ્ટેશનના નીંગાના રહેવાસી મહેન્દ્ર શર્માએ આ ફરિયાદ દાખલ કરી છે. બંન્ને વિરુદ્ધ કલમ 420, 406, 467, 468, 120બી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સીજેએમ રૂમ્પા કુમારીની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરનાર મહેન્દ્ર શર્માએ આરોપ લગાવ્યો કે, તે પતંજલિ આર્યુર્વેદ પ્રાઈવેટ લિમીટેડ અને મહાર્ષિ કાટેજ યોગગ્રામ ઝૂલામાં સારવાર કરવાની હતી. આ સારવાર માટે સંસ્થાએ 90 હજાર 900 રુપિયા જમા કરાવ્યા હતા, પરંતુ તેની સારવાર કરી ન હતી.


પૈસા લઈ સારવાર ન કરવાનો આરોપ

પૈસા લઈ સારવાર ન કરવાનો આરોપ

આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેમને સારવાર કરવા માટે કહ્યું તો તેની પાસે 1 લાખ રુપિયા માંગ્યા હતા. આ કેસને ગંભીરતાથી જોઈ કોર્ટે આ કેસને ટ્રાયલ માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોહિની કુમારીની કોર્ટમાં મોકલી દીધો છે. બેગુસરાઈમાં કેસ 3 દિવસ પહેલા દાખલ થયો હતો પરંતુ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી તેમજ વિરોધ પ્રદર્શનના કારણે આ કેસ હવે સામે આવ્યો છે.


બાબા રામદેવે અગ્નિપથ યોજના વિશે આપ્યું હતું નિવેદન

બાબા રામદેવે અગ્નિપથ યોજના વિશે આપ્યું હતું નિવેદન

બાબા રામદેવે અગ્નિપથ યોજનાના થઇ રહેલા વિરોધને લઇને જણાવ્યુ કે, યુવાનોએ અગ્નિપથ પર ન ચાલવું જોઈએ. પરંતુ અગ્નિપથના વિરોધમાં યોગ માર્ગ પર ચાલવું જોઈએ. તેમણે કહ્યું કે, સરકાર યોજનામાં જરૂરિયાત મુજબ જરૂરી ફેરફારો કરી રહી છે અને યુવાનોએ પોતાની ભાવના જાળવીને અહિંસક રીતે વિરોધ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, જે યુવાનો સેનામાં રહીને દેશની સેવા કરવા માગે છે તે દેશને અગ્નિદાહ આપીને દેશની સેવા કરી શકતા નથી. તેમણે કહ્યું કે, સેનામાં સેવા એક વર્ષની હોય કે ચાર વર્ષની, સરકાર જે પણ નિર્ણય કરે તેનું પાલન કરો.


અગ્નિવીર યોજનાના કર્યા હતા વખાણ

અગ્નિવીર યોજનાના કર્યા હતા વખાણ

તેમણે વધુમાં કહ્યું હતું કે, બલિદાનની ભાવનામાંથી બહાર આવીને દેશની રક્ષા માટે સમર્પિત યુવાનો માટે આ એક અવસર છે. ગેરમાર્ગે ન દોરાવો, તેને યોગ્ય રીતે સમજો અને ઉપલબ્ધ સુવિધાઓ અને તાલીમથી રાષ્ટ્રનું હિત કરો. આ ઉપરાંત મુસ્લિમ રાષ્ટ્રીય મંચે યુવાનોને અગ્નિવીર બનવા અપીલ કરી હતી. એમઆરએમએ કહ્યું કે સરકારની આ યોજના હેઠળ મુસ્લિમ યુવાનોએ તૈયારી શરૂ કરવી જોઈએ. તેમને દેશની સેવા કરવાની વધુ સારી તક મળી શકે નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top