આવું કેવું?! મહિલા મંત્રીએ રાષ્ટ્રપતિની ‘નજીક’ જવા માટે કાળા જાદુનો સહારો લીધો! આખરે જેલમાં જવુ

આવું કેવું?! મહિલા મંત્રીએ રાષ્ટ્રપતિની ‘નજીક’ જવા માટે કાળા જાદુનો સહારો લીધો! આખરે જેલમાં જવું પડ્યું

06/28/2024 World

SidhiKhabar

SidhiKhabar

આવું કેવું?! મહિલા મંત્રીએ રાષ્ટ્રપતિની ‘નજીક’ જવા માટે કાળા જાદુનો સહારો લીધો! આખરે જેલમાં જવુ

સામાન્ય અબુધ માણસો ઘણી વાર પોતાના ધાર્યા કામ પાર પાડવા માટે સાચો રસ્તો અપનાવવાને બદલે ટુચકા અને કાળા જાદુ જેવા હમ્બગ શોર્ટ કટ અપનાવતા હોય છે. અભણ વ્યક્તિઓ કદાચ કાળા જાદુની વાતમાં આવી જાય એમ બને, પણ કોઈ દેશના મહિલા મંત્રી આવું કરે, તો કઈ રીતે માની શકાય? વળી આ કાળો જાદુ પાછો બીજો કોઈના પર નહિ, પણ દેશના પ્રમુખ પર કરવામાં આવ્યો હતો. માલદિવ્સથી આવેલા આ સમાચારે ખાસ્સી ચર્ચા જગાવી છે.


માલદીવની રાજધાની માલેમાં પોલીસે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર કાળો જાદુ કરવાના આરોપમાં પર્યાવરણ મંત્રી સહિત બે લોકોની ધરપકડ કરી છે. જાણકારી અનુસાર, પર્યાવરણ મંત્રી ફાતિમાથ રાષ્ટ્રપતિ મુઈઝુ પર કાળો જાદુ કરીને તેમને નિયંત્રિત કરવા માંગતા હતા. હાલ આ કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમામ આરોપીઓને એક સપ્તાહ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. માલદીવના પર્યાવરણ રાજ્ય મંત્રી ફાતિમાથ શમાનાઝની રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પર કાળો જાદુ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સ્પેનિશ ન્યૂઝ એજન્સી EFE અનુસાર, ફાતિમાથ સિવાય બે વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તમામને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. જો કે હજુ સુધી આ મામલે માલદીવ સરકાર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

પર્યાવરણ મંત્રી ફાતિમાથ શમનાઝ અલી સલીમ રાષ્ટ્રપતિ કાર્યાલયમાં કામ કરતા મંત્રી આદમ રમીઝની પત્ની છે. તે અગાઉ પ્રેસિડેન્ટ મુઈઝુ સાથે રાજધાની માલેની મ્યુનિસિપલ કાઉન્સિલની સભ્ય રહી ચૂકી છે. ત્યારે મોહમ્મદ મુઈઝુ રાજધાની માલેના મેયર હતા. ગયા વર્ષે, મુઇઝ્ઝુ પ્રમુખ બન્યા પછી, ફાતિમાથે પણ કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી તે રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન મુલિયાજના રાજ્ય મંત્રી બન્યા. બાદમાં તેમની બદલી પર્યાવરણ મંત્રાલયમાં કરવામાં આવી હતી.


મહિલા મંત્રીના ઘરમાંથી શું શું મળી આવ્યું?

મહિલા મંત્રીના ઘરમાંથી શું શું મળી આવ્યું?

સ્થાનિક મીડિયા અનુસાર, એવા અહેવાલો આવ્યા છે કે રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુ પર કાળો જાદુ કરવાના આરોપમાં મંત્રી શમનાઝની ધરપકડ કરવામાં આવી છે, જો કે પોલીસે આ મામલે આ અહેવાલને સમર્થન કે નકાર્યું નથી. જ્યારે તેના ઘરમાંથી કાળા જાદુ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ પણ મળી આવી છે.

મુસ્લિમ બહુમતી ધરાવતા માલદીવમાં કાળો જાદુ એ ગુનાહિત બાબત નથી જો કે ઈસ્લામિક કાયદા અનુસાર આ કેસમાં છ મહિનાની જેલની સજા થઈ શકે છે. સમગ્ર દ્વીપસમૂહમાં લોકો મોટા પાયે પરંપરાગત રિવાજોનું પાલન કરે છે. આવો કિસ્સો અગાઉ પણ સામે આવ્યો હતો. અગાઉ 2012 માં, પોલીસે વિરોધ પક્ષની રાજકીય રેલીમાં કાર્યવાહી કરી હતી, જ્યારે આયોજકોએ તેમની ઓફિસો પર દરોડા પાડનારા અધિકારીઓ પર શાપિત કૂકડો ફેંકવાનો આરોપ મૂક્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top