દુઃખ તો થાય જ છે..', ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેને મહેન્દ્ર સિંહ ધોની પર ગંભીર આરોપ લગાવ્યા
ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મનોજ તિવારીએ મહેન્દ્ર સિંહ ધોની પર પ્રહાર કર્યો છે. પોતાના ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે 2011માં વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર સદી ફટકાર્યા બાદ પણ તેને આગામી મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી તે ખૂબ જ દુઃખી હતો. ત્યારબાદ, તેણે 8 મહિના બાદ ભારત માટે તેની આગામી મેચ રમી હતી.
મનોજ તિવારીએ હાલમાં જ ક્રિકેટ એડિક્ટરને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન તેણે ભારતીય ટીમમાંથી ડ્રોપ થવાને લઇને વાત કરી હતી. તેમણે કહ્યું હતું, “આ બધું ઘણા સમય અગાઉ થયું હતું. હવે આ વાત ભૂતકાળ બની ગઇ છે. પણ હા, મને દુઃખ તો થાય છું. જો હું એમ કહું કે મને આ વાતનું દુ:ખ નથી તો તે ખોટું હશે. પણ આપણે શું કરી શકીએ? આ જીવન છે અને આપણે આગળ વધવાનું છે. જો હું ક્યારેય મારી આત્મકથા લખીશ અથવા મારું પોડકાસ્ટ શરૂ કરીશ, તો હું આ બધું ખુલ્લેઆમ બતાવીશ. પરંતુ તે સરળ નહોતું. જ્યારે કોઇ ખેલાડી તેની ટોચ પર હોય છે અને ડ્રોપ થાય છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. તેનાથી તમારી માનસિકતા પણ બદલાય જાય છે.
મનોજ તિવારીએ 2008 થી 2015 વચ્ચે ભારત માટે 12 વન-ડે અને 3 ટેસ્ટ મેચ રમી છે. સ્થાનિક ક્રિકેટમાં તેના શ્રેષ્ઠ રેકોર્ડ માટે તેને બંગાળ ક્રિકેટમાં છોટા દાદા કહેવામાં આવે છે. તેણે ઓસ્ટ્રેલિયામાં સીબી સીરિઝ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. પોતાની ડેબ્યૂ મેચમાં તે માત્ર 2 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તેણે ડિસેમ્બર 2011માં ચેન્નાઇમાં વેસ્ટ ઇન્ડીઝ સામે શાનદાર સદી ફટકારી હતી. ત્યારબાદ તે આગામી મેચ જુલાઇ 2012 સુધી રમ્યો નહોતો. પછી તે પોતાનું ફોર્મ પાછું મેળવી શક્યો નહીં અને ભારતીય ટીમની બહાર થઇ ગયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp