કેરલ સ્ટોરીની ટીમે હવે શરૂ કરી બસ્તર, ધી નક્સલ સ્ટોરી!
બહુચર્ચિત 'ધી કેરલ સ્ટોરી'ની ટીમે હવે 'બસ્તરઃ ધી નક્સલ સ્ટોરી' નામની ફિલ્મ શરુ કરી છે. આ ફિલ્મનો મુહૂર્ત શોટ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.
'ધી કેરલ સ્ટોરી' કેવી રીતે યુવતીઓેને લવ જેહાદમાં ફસાવાય છે અને કેવી રીતે આઈએસમાં ભરતી થઈ રહી છે તેના પર આધારિત હતી જ્યારે 'બસ્તર , ધી નક્સલ સ્ટોરી' કેવી રીતે યુવક યુવતીઓને ભરમાવીને નક્સલવાદના રવાડે ચઢાવી દેવામાં આવે છે તેના પર આધારિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ફિલ્મનું પ્રોડક્શન પણ વિપુલ અમૃતલાલ શાહનું છે અને સુદિપ્તો સેન જ તેનું દિગ્દર્શન કરવાના છે. 'ધી કેરલ સ્ટોરી'ની મુખ્ય હિરોઈન અદા શર્મા અહીં પણ લીડ રોલમાં છે.
ફિલ્મના સેટ પર મુહૂર્ત શોટની પૂજા તથા શૂટિંગના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અદા શર્મા બ્લેક કમાન્ડોના ગેટ અપમાં જણાઈ હતી.
ટાઈગર શ્રોફ અત્યારે ફિલ્મ ગણપતની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, જે આવતીકાલે 20 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે. ચાહકો થિયેટર્સમાં ફિલ્મ જોવા માટે આતુર છે. દરમિયાન ટાઈગરે તેના ચાહકોને એક સરપ્રાઈઝ આપી છે. સિંઘમ અગેઈનના નિર્માતાઓએ સિંઘમ સિરીઝની સીકવલથી ટાઈગરના કેરેક્ટરનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર, કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ પણ નજર આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp