ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગૃહના આ શેર રોકાણકારોને સમૃદ્ધ બનાવી રહ્યાં છે, એક લાખ રૂપિયાના

ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગૃહના આ શેર રોકાણકારોને સમૃદ્ધ બનાવી રહ્યાં છે, એક લાખ રૂપિયાનાં બન્યાં 32 લાખ

01/07/2022 Business

SidhiKhabar

SidhiKhabar

ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગૃહના આ શેર રોકાણકારોને સમૃદ્ધ બનાવી રહ્યાં છે, એક લાખ રૂપિયાના

બિઝનેસ ડેસ્ક : નવા વર્ષની શરૂઆતનાં સપ્તાહમાં ટાટા અને બિરલા ગ્રુપના બે શેરો તેમના રોકાણકારોને માલામાલ બનાવી રહ્યાં છે. જ્યારે ટાટા ગ્રૂપની TTMLએ તેના રોકાણકારોને એક વર્ષમાં 3078% વળતર આપ્યું છે, જ્યારે બિરલા ગ્રૂપના મલ્ટિબેગર સ્ટોક એક્સપ્રો ઈન્ડિયાએ એક વર્ષમાં 2,609%થી વધુ વળતર આપ્યું છે. એક વર્ષ પહેલા એક્સપ્રો ઇન્ડિયા BSE પર રૂ. 39 ની આસપાસ હતો અને આજે તે રૂ. 1,087 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે, જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને હાલ આ સ્ટોક હોય તો તેના એક લાખ હવે 27 લાખ થઈ ગયા હશે.

એક્સપ્રો ઈન્ડિયા લિમિટેડ

એક્સપ્રો ઈન્ડિયા લિમિટેડ

એક્સપ્રો ઈન્ડિયા લિમિટેડ ઉત્પાદન અને વેપાર પ્રવૃત્તિઓમાં વૈશ્વિક હાજરી સાથે ભારતના સૌથી મોટા અને સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગૃહBIRLA ગ્રૂપનો એક ભાગ છે.જે અનેક વિભાગોનોએક સમૂહ છે. તે એક મલ્ટિ-ડિપાર્ટમેન્ટલ, મલ્ટિ-લોકેશનલ કંપની છે જે પોલિમર પ્રોસેસિંગ ઉદ્યોગમાં મોટું નામ ધરાવે છે. Xproઈન્ડિયાના શેરમાં માત્ર છ મહિનાના ગાળામાં જ 503%થી વધુનો વધારો થયો છે, જ્યારે છેલ્લા 5 દિવસમાં શેરમાં 16%થી વધુનો વધારો થયો છે.

ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડ

ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડ

ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડ (TTM) છેલ્લા એક વર્ષથી તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવી રહી છે. ટાટાનો આ સ્ટોક સતત 12મા દિવસે પણ અપર સર્કિટમાં છે.

1 થી 5 વર્ષના સમયગાળા દરમિયાન ટાટા ટેલિસર્વિસિસના શેરના રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થયા છે. એક વર્ષમાં આ સ્ટોકની કિંમત રૂ. 8.55 થી વધીને રૂ. 263.20 થઈ છે. તે મુજબ છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 3078% વધ્યો છે. એટલે કે, જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા તેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેના એક લાખ હવે લગભગ 32 લાખ રૂપિયાને વટાવી ગયા હશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top