7 બોલમાં 7 છગ્ગા! ધોનીની ટીમના આ ખેલાડીએ એવું કરી બતાવ્યું જે આજ સુધી કોઈએ નહિ કર્યું, બનાવ્યો

7 બોલમાં 7 છગ્ગા! ધોનીની ટીમના આ ખેલાડીએ એવું કરી બતાવ્યું જે આજ સુધી કોઈએ નહિ કર્યું, બનાવ્યો રેકોર્ડ

11/28/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

7 બોલમાં 7 છગ્ગા! ધોનીની ટીમના આ ખેલાડીએ એવું કરી બતાવ્યું જે આજ સુધી કોઈએ નહિ કર્યું, બનાવ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક : ધોનીની ટીમના આ ખેલાડીએ IPL માં સતત શાનદાર પરફોર્મ કરીને આજે નવી ઊંચાઈએ પહોંચી ચૂકેલો બેટ્સમેન છે. પણ આજે તેણે એક એવું કરતબ કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. તેણે વાઇટ બોલ ક્રિકેટમાં 7 બોલમાં 7 છગ્ગા મારી બતાવ્યા છે. વાઇટ બોલ ક્રિકેટમાં એક જ ઓવરમાં 7 છગ્ગા ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે.


રૂતુરાજે ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકાર્યા હતા

આ ખેલાડી છે ઋતુરાજ ગાયકવાડ. વિજય હઝારે ટ્રોફીમાં તેણે 159 બોલમાં 10 ચોગ્ગા અને 16 છગ્ગા સાથે 220 રન બનાવીને અણનમ રહ્યો અને તેની ટીમે 50 ઓવરમાં 330 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. T20 વર્લ્ડ કપ 2007માં યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડને એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી, જ્યારે તેની પહેલા ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઘરેલુ ક્રિકેટમાં આ કારનામું કર્યું હતું. હવે ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ મારીને ઈતિહાસ રચ્યો છે.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ રેકોર્ડ છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ રેકોર્ડ છે

તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ રેકોર્ડ બનાવ્યો છે. મહારાષ્ટ્રની શરૂઆત સારી રહી ન હતી. તેને પહેલો ફટકો રાહુલ ત્રિપાઠી (9)ના રૂપમાં લાગ્યો હતો, જ્યારે આ પછી કાર્તિક ત્યાગીએ બચ્છવ (11)ને આઉટ કર્યો હતો અને યુપીની ટીમ જશ્ન મનાવી રહી હતી. આ પછી બાવને અને કાઝીની વિકેટ પણ ઝડપથી પડી હતી, પરંતુ બીજા છેડે રૂતુરાજ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી રહ્યો હતો.


IPL માં ચેનઈ સુપર કિંગ્સ વતી રમે છે.

IPL માં ચેનઈ સુપર કિંગ્સ વતી રમે છે.

વિજય હઝારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડનું પરફોર્મન્સ જોવા જેવુ રહ્યું હતું. IPL માં ચેનઈ સુપર કિંગ્સ વતી રમતા આ ખેલાડીએ બેટિંગનો જે દર્શનીય નમૂનો બતાવ્યો હતો એ જોઈ કોઈ પણ ક્રિકેટ ફેન આફરીન પોકારી જાય.

ઋતુરાજે આ ઇનિંગમાં 159 બોલમાં 220 રન ફટકાર્યા હતા. ઉત્તર પ્રદેશ સામેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઋતુરાજે બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. એક જ ઓવરમાં સાત સિક્સ ફટકારીને તેણે ઇતિહાસ રચી દીધો છે. આ મેચ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાઈ હતી. અને શરૂઆતમાં એવું લાગતું હતું કે મહારાષ્ટ્ર ઓછો સ્કોર કરી શકશે પણ પછી ઋતુરાજે જે કરતબ કરી બતાવ્યુ હતું તે ઇતિહાસમાં યાદ રખાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top