આ ખેલાડીને ભારત-આફ્રિકા T20 સીરિઝમાં અમ્પાયર સાથે ગેરવર્તન કરવાનું ભારે પડ્યું, ICCએ કાર્યવાહી

આ ખેલાડીને ભારત-આફ્રિકા T20 સીરિઝમાં અમ્પાયર સાથે ગેરવર્તન કરવાનું ભારે પડ્યું, ICCએ કાર્યવાહી કરી

11/20/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

આ ખેલાડીને ભારત-આફ્રિકા T20 સીરિઝમાં અમ્પાયર સાથે ગેરવર્તન કરવાનું ભારે પડ્યું, ICCએ કાર્યવાહી

South Adrica vs India T20I Series: હાલમાં જ ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકા સામે 4 મેચોની T20 શ્રેણી રમી હતી. ભારતીય ટીમે આ શ્રેણી 3-1થી જીતી લીધી હતી. ICCએ હવે એક એવા ખેલાડીને સજા કરી છે જેણે આ સીરિઝની એક મેચ દરમિયાન અમ્પાયર સાથે ગેરવર્તન કર્યું હતું. ચોથી મેચ દરમિયાનનો આ મામલો છે, જેના માટે ICCએ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને ફટકાર લગાવી છે.


ગેરાલ્ડ કોએત્ઝી સામે ICCની કાર્યવાહી

ગેરાલ્ડ કોએત્ઝી સામે ICCની કાર્યવાહી

વાસ્તવમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ જોહાનિસબર્ગમાં રમાઈ હતી. આ મેચમાં બોલિંગ કરતી વખતે ગેરાલ્ડના એક બોલને અમ્પાયરે વાઈડ આપ્યો હતો. આ અંગે અસહમતિ વ્યક્ત કરતા ગેરાલ્ડે અમ્પાયર પર ટિપ્પણી કરી હતી. જેના પર હવે ICCએ આ ફાસ્ટ બોલર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ગેરાલ્ડને પ્લેયર્સ અને પ્લેયર્સ સપોર્ટ પર્સનલ માટે ICC કોડ ઓફ કન્ડક્ટ 2.8ના ભંગ બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સાથે અસહમતિ વ્યક્ત કરવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ગેરાલ્ડ કોએત્ઝી સામેના શિસ્તના રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ ઉમેરાયો છે. એ સિવાય ફાસ્ટ બોલરે પોતાનો ગુનો પણ સ્વીકારી લીધો છે.

ગેરાલ્ડે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા લાદવામાં આવેલા મેચ ફીમાં 50 ટકાનો કાપ પણ સ્વીકાર્યો છે. ભારતીય ટીમ સામે રમાયેલી T20 શ્રેણી બાદ હવે ગેરાલ્ડને શ્રીલંકા સામે 27 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.


સંજૂ અને તિલકે સદી ફટકારી હતી

સંજૂ અને તિલકે સદી ફટકારી હતી

ભારતે ચોથી મેચમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા. જેમાંથી સૌથી મોટી T20 ભાગીદારી હતી. આ મેચમાં સંજૂ સેમસન અને તિલક વર્મા વચ્ચે 210 રનની અણનમ ભાગીદારી જોવા મળી હતી. એ સિવાય આ બંને ખેલાડીઓએ આ મેચમાં સદી ફટકારી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top