ત્રણ સગી બહેનોએ એક જ યુવક સાથે કર્યા લગ્ન, ત્રણેય બહેનોએ રાખી હતી આ અજીબ શરત

ત્રણ સગી બહેનોએ એક જ યુવક સાથે કર્યા લગ્ન, ત્રણેય બહેનોએ રાખી હતી આ અજીબ શરત

03/04/2022 World

SidhiKhabar

SidhiKhabar

ત્રણ સગી બહેનોએ એક જ યુવક સાથે કર્યા લગ્ન, ત્રણેય બહેનોએ રાખી હતી આ અજીબ શરત

વર્લ્ડ ડેસ્ક : કહેવાય છે કે ઈશ્વરે દરેક વ્યક્તિ માટે તેનો એક સાથીદાર પહેલેથી જ નક્કી કરી રાખ્યો છે. કોણ કોનું જીવનસાથી બનશે તેના લેખ વિધાતાએ લખી જ રાખ્યા છે. પરંતુ શું એ પણ નક્કી હોય છે કે કોણ કેટલી વ્યક્તિઓનો જીવનસાથી બનશે? ઘણીવાર એક વ્યક્તિ એક કરતા વધુ વ્યક્તિ સાથે લગ્ન કરતો હોય છે. જોકે, આ વાત આશ્ચર્યજનક નથી. એક કરતા વધુ લગ્ન કરવાનો રીવાજ વર્ષોથી ચાલ્યો આવ્યો છે, પરંતુ એક વ્યક્તિએ એવું કામ કર્યું કે તેની સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે. આ વ્યક્તિએ એક જ દિવસે ત્રણ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને તે પણ ત્રણ સગી બહેનો સાથે!


આફ્રિકા દેશના કાંગો શહેરમાંથી એક નવાઈ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. હકીકતે અહીં ત્રણ સગી બહેનોએ એક જ યુવકને પસંદ કર્યો છે. ત્રણેય યુવતીઓને એક જ યુવક સાથે પ્રેમ થઇ જતાં, ત્રણેય બહેનોએ એવી શરત મૂકી કે યુવકને અન્ય કોઈ વિકલ્પ ન મળતાં ત્રણેય સાથે લગ્ન કરી લીધા.


અજબ-ગજબ લવ સ્ટોરી

અજબ-ગજબ લવ સ્ટોરી

મીડિયા રિપોર્ટ અનુસાર, ત્રણેય યુવતીઓ સાથે લગ્ન કરનાર યુવકનું નામ લુવિજો (Luwizo) છે. આ યુવકની ઉંમર 32 વર્ષ છે. લુવિજોએ એકસાથે નતાશા (Natasha), નતાલી (Natalie) અને નડેગે (Nadege) નામની ત્રણ સગી બહેનો સાથે લગ્ન કરી લીધા હતા. લુવિજોની મુલાકાત સૌથી પહેલા નતાલી સાથે સોશિયલ મીડિયા પર થઇ હતી અને ત્યાર બાદ તે નતાલીની બે બહેનો સાથે સંપર્કમાં આવ્યો હતો. સમય જતાં ધીરે ધીરે લુવિજો બંને બહેનો સાથે રીલેશનશીપમાં આવી ગયો હતો.


યુવકની સામે રાખી અજીબ શરત

યુવકની સામે રાખી અજીબ શરત

ત્રણેય બહેનો સાથે એકસાથે લગ્ન કરવા અંગે લુવિજોએ કહ્યું કે તેની પાસે કોઈ વિકલ્પ ન હતો કારણ કે ત્રણેય બહેનોએ અજીબ શરત રાખી હતી. તેમની શરત એ હતી કે મારે ત્રણેય બહેનોની સાથે એક જ દિવસમાં લગ્ન કરી લેવા. આ નિર્ણય મારા માટે ખૂબ મુશ્કેલ હતો. મારા માતા-પિતાને હજી સુધી સમજ નથી પડી એ મેં આવો નિર્ણય કેમ લીધો.


ત્રણમાંથી એક બહેને જણાવ્યું કે જ્યારે અમે લુવિજો સામે આ શરત રાખી ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગયો હતો. જોકે, બાદમાં તેણે અમારી શરત માનવી પડી અને અમે પરણી ગયા હતા. અમે ત્રણેય બહેનો એને ખૂબ પ્રેમ કરીએ છીએ.  


તેણીએ વધુમાં કહ્યું કે ભલે લોકો ત્રણ મહિલાઓ માટે એક પતિને શેર કરવાનું અશક્ય માનતા હોય, પરંતુ અમે ત્રણેય બહેનો નાનપણથી જ બધું શેર કરતા આવ્યા છીએ અને હવે પતિ પણ શેર કરીશું. નોંધપાત્ર અને ચોંકાવનારી વાત એ છે કે લુવિજો સાથે લગ્ન કરીને ત્રણેય બહેનો ખૂબ જ ખુશ છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top