ગુજરાતના 7 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે કરા, હવામાન વિભાગે જણાવ્યુ આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ
Gujarat Weather Forecaste: ગુજરાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીથી ઝઝૂમી રહ્યું છે. જોકે, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. એવામાં, આગામી દિવસોમાં વરસાદ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લા ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન, કેટલીક જગ્યાએ મોટા કરા પડવાની પણ શક્યતા છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, ખાસ કરીને 8 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. હવામાનમાં થયેલા આ ફેરફારને કારણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરીના ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદ 11 થી 20 મે સુધી પવનની ગતિ વધુ રહેશે. 25 મે થી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આમ, આ વખતે ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચે તેવી શક્યતા છે.
આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હવામાનની સ્થિતિ એવી જ રહેશે. IMDની આગાહી મુજબ, 5 મે થી 9 મે, 2025 સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. આ સાથે જ, વીજળી પાડવા સાથે જ વાવાઝોડાની પણ શક્યતા છે. જોકે, ત્યારાબાદ હવામાન બદલાઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp