ઓમર અબ્દુલ્લા બાદ TMCએ પણ EVM હેકને લઇને કોંગ્રેસને સીધે સીધું સંભળાવી દીધું

ઓમર અબ્દુલ્લા બાદ TMCએ પણ EVM હેકને લઇને કોંગ્રેસને સીધે સીધું સંભળાવી દીધું

12/16/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ઓમર અબ્દુલ્લા બાદ TMCએ પણ EVM હેકને લઇને કોંગ્રેસને સીધે સીધું સંભળાવી દીધું
Abhishek Banerjee on EVM tampering: ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (EVM)થી મતદાન કરાવવા વિરુદ્ધ અભિયાન ઊભું કરવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસને સાથીઓ થકી જ ઝટકો મળી રહ્યો છે. ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ તરફથી EVM પર આપત્તિને નકારી દીધી હતી અને હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ પણ સવાલ ઉઠાવ્યો છે. મમતાના ભત્રીજાનું કહેવું છે કે, EVM પર સવાલ ઉઠાવવાનો કોઈ ફાયદો નથી. જો કોઈ પાસે કોઈ પુરાવા છે તો તેમણે ચૂંટણી પંચને સોંપવા જોઈએ. ત્યાં ડેમો રજૂ કરીને બતાવવું જોઈએ કે આખરે EVMમાં તેમણે શું ગરબડીઓ પકડી છે.

અભિષેક બેનર્જીએ EVMને લઈને શું કહ્યું?

અભિષેક બેનર્જીએ EVMને લઈને શું કહ્યું?

અભિષેક બેનર્જીએ કહ્યું કે, ‘મારું મંતવ્ય છે કે જે લોકો EVM પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ પાસે જવું જોઈએ અને તેમણે બતાવું જોઈએ કે આખરે EVMમાં શું ખામી મળી છે. ચૂંટણી પંચને ડેમો બતાવવો જોઈએ કે અમારી પાસે આ વીડિયો છે. હાલમાં જ તો ચૂંટણી પંચે એવા લોકોને બોલાવ્યા હતા, જેમને કેટલીક ફરિયાદો હતી. બૂથ પર જે કામ કરે છે, જો તેઓ મૉક પૉલના ટાઈમ ચેક કરે અને પછી કાઉન્ટિંગના સમયે ચેક કરીશું તો કોઈ ગરબડી નહીં હોય.’

TMCના સાંસદે સદન બહાર મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘છતા કોઈને લાગે છે કે EVM હેક થઈ શકે છે કે ખેલ કરી શકાય છે તો પછી ચૂંટણી પંચને દેખાડો કે કેવી રીતે મશીનોમાં ગરબડી થઈ શકે છે. છતા કોઈને લાગે છે તો તે જમીન પર ઉતરે અને આંદોલન કરે. એવા 2 કે 3 નિવેદન જાહેર કરવાથી કંઇ થતું નથી. કોઈ પણ આંદોલન જમીન પર કરવું પડશે.’


ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું હતું:

ઓમર અબ્દુલ્લાએ શું કહ્યું હતું:

ઉલ્લેખનીય છે કે, ઓમર અબ્દુલ્લાએ પણ કહ્યું હતું કે, જ્યારે આજ EVMના ઉપયોગથી (થયેલી ચૂંટણી બાદ) સંસદમાં તમારી પાસે 100 કરતા વધુ સભ્ય પહોંચી જાય છે અને તમે તેને પોતાની પાર્ટી માટે જીતની ઉજવણી કરો છો, તો તમે થોડા મહિના બાદ એમ નહીં કહી શકો કે અમને આ EVM પસંદ નથી કેમ કે હવે ચૂંટણીના પરિણામ એ પ્રકારના આવી રહ્યા નથી, જેવું આપણે ઈચ્છીએ છીએ.


કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા:

કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા:

ઓમર અબદુલ્લાની ટિપ્પણી પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા જાહેર કરી હતી. કોંગ્રેસ સાંસદ મણિક્કમ ટેગોરે કહ્યું હતું કે, તમે મુખ્યમંત્રી બન્યા બાદ કેવી રીતે બદલાઈ ગયા? ‘મુખ્યમંત્રી બન્યા બાદ ઓમરનું પોતાના સહયોગી દળો પ્રત્યે એવું વલણ કેમ છે? ટેગોરે અબ્દુલ્લાના ઇન્ટરવ્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રીપોસ્ટ કરતા કહ્યું કે, આ સમાજવાદી પાર્ટી (SP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) અને શિવસેના (UBT) છે, જેમણે EVM વિરુદ્ધ વાત કરી છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, કૃપયા પોતાના તથ્યોની તપાસ કરો.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top