એલઆઈસીનો આઈપીઓ ભરવાનો આજે અંતિમ દિવસ, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

એલઆઈસીનો આઈપીઓ ભરવાનો આજે અંતિમ દિવસ, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

05/09/2022 Business

SidhiKhabar

SidhiKhabar

એલઆઈસીનો આઈપીઓ ભરવાનો આજે અંતિમ દિવસ, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

ભારતીય જીવન વીમા નિગમ એટલે કે લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનો આઈપીઓ (LIC IPO last day) ભરવાનો આજે અંતિમ દિવસ છે. આઈપીઓ ચોથી મેના રોજ ખુલ્યો હતો અને આજે એટલે કે 9મી મેના રોજ બંધ થશે. રોકાણકારોનો સારા પ્રતિસાદ મળે તે માટે આઈપીઓ શનિવાર અને રવિવારે પણ ખુલ્લો રહ્યો હતો. બીજી તરફ બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અપર પ્રાઇસ બેન્ડ (LIC price band) પર હાલ એલઆઈસીનો શેર 5 ટકાના પ્રીમિયમ (LIC GMP) સાથે ગ્રે માર્કેટમાં ટ્રેડ કરી રહ્યો છે.


ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC IPO GMP) :

રેપો રેટમાં વધારા બાદ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ધરખમ ઘટાડો થયો છે. આરબીઆઈની વ્યાજદરમાં વધારાની જાહેરાત બાદ એલઆઈસીની ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ ઘટીને અડધું થઈ ગયું છે. તાજેતરના આંકડા પ્રમાણે હાલ ગ્રે માર્કેટમાં એલઆઈસીનો એક શેર 60 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. એલઆઈસીનો આઈપીઓ લોંચ થયો ત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ વધીને 125 રૂપિયા થઈ ગયું હતું.


રવિવાર સુધી આઈપીઓ કેટલો ભરાયો ?

આઠમી મે સુધી એલઆઈસીનો આઈપીઓ 1.79 ગણો ભરાયો હતો. એલઆઈસીના 16.2 કરોડ શેર સામે 29.07 કરોડ ઇક્વિટી શેર માટે અરજી મળી છે. આઈપીઓ ભરવામાં પૉલિસીધારકો મોખરે રહ્યા છે. પૉલિસીધારકો માટે અનામત હિસ્સો રવિવાર સાંજ સુધી 5.04 ગણો ભરાયો છે. કર્મચારીઓ માટે અનામત હિસ્સો 3.79 ગણો ભરાયો છે. રિટેલ રોકાણકારો માટે અનામત હિસ્સો 1.59 ગણો ભરાયો છે.


સરકારી આઈપીઓ મારફતે 22.13 કરોડ શેર જાહેર કરીને 21,000 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. એલઆઈસીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા નક્કી કરી છે. આઈપીઓ પૉલિસીધારકોને પ્રતિ શેર 60 રૂપિયા અને કર્મચારીઓ અને રિટેલ રોકાણકારોને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એલઆઈસીનો આઈપીઓ 17મી મેના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે.


શનિવાર-રવિવારે આઈપીઓ ખુલ્લો રહ્યો :

બજાર નિષ્ણાતોના મતે કદાચ પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ આઈપીઓ ખુલ્લો રહ્યો હતો. આ પહેલા શનિવારે છૂટ મળી હોય તેવું બન્યું છે, પરંતુ એલઆઈસીના કેસમાં રવિવારે પણ આઈપીઓ ખુલ્લો રહ્યો હતો.


મહત્ત્વની તારીખો (LIC IPO important dates)

આઈપીઓ ખુલ્યો - મે 4, 2022

આઈપીઓ બંધ થશે - મે 9, 2022

શેરનું અલોટમેન્ટ - મે 12, 2022

રિફંડ - મે 13, 2022

ડિમેટ ખાતામાં શેર આવશે - મે 16, 2022

લિસ્ટિંગ તારીખ - મે 17, 2022

 


એલઆઈસીના આઈપીઓ વિશે મહત્ત્વની વાતો :

1) ક્યાં સુધી રોકાણ કરી શકાય ?

આ ઈશ્યૂ રોકાણકાર માટે 6 દિવસ ખુલ્લો રહેશે. તમે આજથી લઈને 9 મે સુધી આ IPOમાં રોકાણ કરી શકો છો. આગામી 9 મેના રોજ સોમવારે આ ઈશ્યૂ બંધ થઈ જશે.


2) પ્રાઈસ બેન્ડ શું છે ?

LIC એ રૂ. 902થી લઈને રૂ. 949 સુધીનો પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. આ શેરની ફેસ વેલ્યૂ રૂ. 10 છે. LICના પોલિસીહોલ્ડર્સને પ્રતિ શેર રૂ. 60 અને રિટેઈલ રોકાણકારને પ્રતિ શેર રૂ. 45નું ડિસ્કાઉન્ટ મળશે.


3) સરકાર આ IPOથી કેટલા રૂપિયા એકત્ર કરશે ?

સરકાર આ ઈશ્યૂથી અંદાજે રૂ. 21,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. સરકાર LICમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચી રહી છે. આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે. જેથી ઈશ્યૂની જે પણ રકમ મળશે. તે સરકારની હશે.


4) સરકાર IPO શા માટે લાવી રહી છે ?

સરકાર LICને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવા માંગે છે અને LICમાં પોતાની ભાગીદારી ઓછી કરવા ઈચ્છે છે.


5) લોટ સાઈઝ શું છે ?

એક લોટમાં 15 શેર છે. જેનો અર્થ છે કે, રોકાણકારે ઓછામાં ઓછા 15 શેર માટે બોલી લગાવવાની રહેશે. રિટેલ રોકાણકાર વધુમાં વધુ 14 લોટ એટલે કે, 210 શેર માટે અરજી કરી શકે છે.


6) બેલેન્સશીટમાં દમ છે ?

LIC દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની છે. જેની બજારમાં ભાગીદારી 61.4 ટકા છે. આ દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની છે. ટોટલ એસેટ અનુસાર LIC દુનિયાની 10 મી સૌથી મોટી જીવન વીમા કંપની છે. LICના સમગ્ર વિશ્વમાં 13.5 લાખ એજન્ટ છે, જે 40 લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે છે. જે મ્યુચ્યુઅલ ફંડના કુલ AUMથી વધુ છે.


7) શેર લિસ્ટ ક્યારે થશે ?

LICનો શેર સ્ટોક એક્સચેન્જમાં 17 મેના રોજ લિસ્ટ થશે.


8) ઈશ્યૂમાં એન્કર રોકાણકારોએ કેવો રસ દાખવ્યો છે ?

એન્કર રોકાણકાર (Anchor Investors of LIC)નો ક્વોટા સોમવારે 2 મેના રોજ સંપૂર્ણરૂપે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. LICએ સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે, એન્કર પોર્શનનું 71 ટકા રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ તરફથી આવ્યું છે.


9) એન્કર રોકાણકારમાં કોણ કોણ સામેલ છે ?

અનેક મોટા વિદેશ રોકાણકારે LICના IPOમાં રોકાણ કર્યું છે. જેમાં ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, બીએનપી ઈન્વેસ્ટમેન્ટ્સ એલએલસી, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર અને સોસાયટી જનરલ સામેલ હતા. તેમજ ઈનવેસ્કો ઈન્ડિયા અને સેન્ટ કેપિટલ ફંડે પણ આ LICના IPOમા રોકાણ કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top