આજે બપોરે કેજરીવાલ ગુજરાત વિષે કોઈ મોટી જાહેરાત કરશે? ગોપાલ ઇટાલીયાએ શું કહ્યું? AAPની ટ્વિટ બા

આજે બપોરે કેજરીવાલ ગુજરાત વિષે કોઈ મોટી જાહેરાત કરશે? ગોપાલ ઇટાલીયાએ શું કહ્યું? AAPની ટ્વિટ બાદ અટકળો તેજ

08/16/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

આજે બપોરે કેજરીવાલ ગુજરાત વિષે કોઈ મોટી જાહેરાત કરશે? ગોપાલ ઇટાલીયાએ શું કહ્યું? AAPની ટ્વિટ બા

Kejriwal Gujarat Visit : આ વર્ષના અંતે ગુજરાતમાં ચૂંટણીઓ (Gujarat Elections 2022) યોજાવા જઈ રહી છે ત્યારે દિલ્હીના મ્ય્ખ્ય્મંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતના આંટાફેરા વધારી દીધા છે. આજે બપોરે તેઓ ભુજના ટાઉનહોલ ખાતેના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાત આવી પહોંચ્યા છે. આ બધા વચ્ચે ‘આપ’ના ટ્વિટર હેન્ડલ ઉપર થયેલી એક ટ્વિટને કારણે એવી અટકળો તેજ બની છે કે કેજરીવાલ ગુજરાત માટે કોઈ મોટી જાહેરાત કરશે.


શું છે AAP ની ટ્વિટમાં?

શું છે AAP ની ટ્વિટમાં?

AAPના ગુજરાત એકમના ટ્વિટર હેન્ડલ ઉપરથી થયેલી એક ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે “આવતીકાલે ભુજ ખાતે દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક શ્રી‌ @ArvindKejriwal ગુજરાતને ‌વધુ એક ગેરંટી આપશે! સમય:- બપોરે 1:00 કલાકે

આ ટ્વિટ બાદ કેજરીવાલ ગુજરાતની પ્રજાને હજુ કશુંક મફત આપવાની જાહેરાત કરશે કે કેમ, એ અંગેની અટકળો ચાલી રહી છે. કેજરીવાલ ભુજની સેવન સ્કાય હોટેલના કોન્ફરન્સ રૂમમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, તેમજ શિક્ષણશાસ્ત્રીઓ સાતે વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપમાં શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવશે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો શિક્ષણ ક્ષેત્રે કયા મહત્વના સુધારાઓ કરવામાં આવશે, એ અંગે કેજરીવાલ આજની સભામાં ફોડ પાડશે એવું મનાય રહ્યું છે. આ મીટિંગ બાદ કેજરીવાલ મિડીયા સાથે પણ મુલાકાત કરશે.

આ ઉપરાંત હાલમાં ગુજરાતમાં ચર્ચાતો એક મહત્વનો મુદ્દો પોલીસ ગ્રેડ પે અંગેનો પણ છે. ગુજરાત સરકારે પોલીસ કર્મીઓ માટે 550 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. જે સામે વિવિધ રાજકીય પક્ષોએ વિરોધી સૂર છેડ્યો છે. કોંગ્રેસ આ જાહેરાતને પોલીસ કર્મચારીઓ માટે હાસ્યાસ્પદ ઠરાવી ચૂકી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા પણ આ મુદ્દે આક્રમક મૂડમાં છે.


ગ્રેડ પે અંગે ગોપાલ ઇટાલીયાએ શું કહ્યું?

ગ્રેડ પે અંગે ગોપાલ ઇટાલીયાએ શું કહ્યું?

પોલીસ ગ્રેડ પે અંગેની ગુજરાત સરકારની જાહેરાતને લઈને ગોપાલ ઇટાલીયાએ સરકારને આડે હાથે લેતા પૂછ્યું હતું કે ગ્રેડ પે અંગે અવાજ ઉઠાવવા બદલ જે પોલીસ કર્મીઓની બદલી કરી નાખવામાં આવેલી અને જેમની સામે ફરિયાદો દાખલ કરવામાં આવેલી, એમનું હવે શું? સરકારે આ મામલે સ્પષ્ટ જવાબ આપવો જોઈએ.

ગોપાલ ઇટાલીયાએ એવું પણ કહ્યું હતું કે કેજરીવાલના નિવેદન પછી ગુજરાત સરકારે આ ચૂંટણીલક્ષી જાહેરાત કરવી પડી છે. જો કે આ જાહેરાત પૂરતી નથી, પરંતુ અત્યારે એને વધાવી લઈએ. બાકી પોલીસોને ગ્રેડ પે અરવિંગ કેજરીવાલ આપશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top