Toyota ભારતમાં લગાવશે પોતાનો ત્રીજો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ, જાણો ક્યારે અને ક્યાં ચાલુ થશે

Toyota ભારતમાં લગાવશે પોતાનો ત્રીજો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ, જાણો ક્યારે અને ક્યાં ચાલુ થશે

11/23/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Toyota ભારતમાં લગાવશે પોતાનો ત્રીજો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ, જાણો ક્યારે અને ક્યાં ચાલુ થશે

જાપાની કાર મેકર કંપની Toyotaએ ભારતમાં પોતાના ત્રીજા મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટને સ્થાપિત કરવા માટે કર્ણાટક સરકાર સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ત્રીજો પ્લાન્ટ, Toyotaની ઉત્પાદન ક્ષમતામાં પ્રતિ વર્ષ 1,00,000 યુનિટનો વધારો કરશે. કંપની બેંગ્લોર પાસે આ ત્રીજા પ્લાન્ટને સ્થાપિત કરવા માટે લગભગ 3,300 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને તેનાથી લગભગ 2,000 નવી નોકરીઓ ઉત્પન્ન થશે. Toyotaના અન્ય બે પ્લાન્ટ પણ બિદાદીમાં સ્થિત છે અને તેનાથી લગભગ 4 લાખ યુનિટ પ્રતિ વર્ષ ઉત્પાદન થશે.


2026 સુધીમાં ચાલુ થશે નવો પ્લાન્ટ

2026 સુધીમાં ચાલુ થશે નવો પ્લાન્ટ

નવો ઉત્પાદન પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં ચાલુ થઈ જશે. અહી આગામી 3-રો SUV તૈયાર કરવામાં આવશે. તે કોરોલા ક્રોસના 7 સીટર મોડલ હોવાની સંભાવના છે જે ઘણા વિદેશી બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. 340D કોડનેમવાળી નવી SUV વર્ષ 2026માં લોન્ચ થવાની આશા છે. Toyota આ નવી 3-રો SUVના લગભગ 60 હજાર યુનિટ્સનું વાર્ષિક ઉત્પાદન કરશે. નવી Toyota 7 સીટર Toyotaના TNGA-G પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે, જે ભારતમાં વેચાતી ઈનોવા હાઇક્રોસ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.


ડિઝાઇન

ડિઝાઇન

નવું મોડલ કોરોલ ક્રોસની તુલનામાં લાંબા વ્હીલબેઝ સાથે આવશે, પરંતુ વ્હીલબેઝ 2640 મિમી હશે તે જ ચાલશે. આગામી Toyota 3-રો SUVને કોરોલા ક્રોસથી અલગ દેખાડવા માટે ડિઝાઇનમાં થોડો બદલાવ જોવા મળશે. આ SUVમાં એક નવું ફ્રન્ટ ફેસિયા મળી શકે છે, જેમાં પ્લાસ્ટિક બમ્પર, નવા હેન્ડલેમ્પ અને અપડેટેડ ફ્રન્ટ ગ્રીલ સામેલ હશે. એ સિવાય વ્હીલબેઝ અને થર્ડ રોના કારણે તેમાં એક નવું રિયર પ્રોફાઇલ જોવા મળશે. નવી Toyota 340D 7 સીટર SUVમાં ઈનોવા હાઇક્રોસવાળા સમાન એન્જિન વિકલ્પ મળવાની સંભાવના છે. જેમાં એક મજબૂત હાઇબ્રિડ ટેક્નિક સાથે 2.0 લીટર પેટ્રોલ અને 2.0 લીટર પેટ્રોલ એન્જિનનો વિકલ્પ મળે છે. તેમાં મેન્યૂઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સનો વિકલ્પ મળશે. આ નવી SUV અન્ય બજારોમાં પણ ભારતથી જ નિકાસ કરવાની સંભાવના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top