'કેનેડા એક ..."ભારતની એડવાઈઝરી સામે ટ્રુડો સરકારની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

'કેનેડા એક ..."ભારતની એડવાઈઝરી સામે ટ્રુડો સરકારની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

09/21/2023 World

SidhiKhabar

SidhiKhabar

'કેનેડા એક ...

કેનેડા સરકારે ભારત દ્વારા જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરી વિશે પ્રતિક્રિયા આપી છે. આ મામલે જાહેર સુરક્ષામંત્રી ડોમિનિક લેબ્લાંકે કહ્યું છે કે કેનેડા એક સુરક્ષિત દેશ છે. અમે ભારતની એડવાઈઝરીને ફગાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે બુધવારે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી.


ભારતની એડવાઈઝરીમાં શું હતું?

ભારતની એડવાઈઝરીમાં શું હતું?

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરીમાં કહેવાયું હતું કે કેનેડામાં વધતી ભારતવિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીય રીતે સમર્થિત ઘૃણાસ્પદ અપરાધો અને હિંસાને જોતા ત્યાં હાજર કે જવાનું વિચારી રહેલા ભારતીય નાગરિકોને અમે વધારે પડતી સાવચેતી રાખવા આગ્રહ કરીએ છીએ. કેનેડાના એ ક્ષેત્રો અને સંભવિત સ્થળોની મુલાકાત લેતા બચજો જ્યાં આવી ઘટનાઓ બની છે. ભારતીય ઉચ્ચાયોગ કે વાણિજ્ય દૂતાવાસ કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા અને ભલાઈ સુનિશ્ચિત કરવા માટે કેનેડિયન અધિકારીઓના સંપર્કમાં રહેશે.


કેનેડાએ આપી પ્રતિક્રિયા

કેનેડાએ આપી પ્રતિક્રિયા

ભારતની આ એડવાઈઝરીના અમુક કલાકો બાદ જ કેનેડા સરકારે પ્રતિક્રિયા આપી હતી. જોકે તે પહેલાં પણ કેનેડાની સરકારે તેના નાગરિકોને હાઈ લેવલની સાવચેતી રાખવા આગ્રહ કર્યો હતો. નાગરિકોને કહ્યું હતું કે અમુક સુરક્ષા સંબંધિત ચિંતઓ અને સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. દરેક સમયે સાવચેત રહે. સ્થાનિક મીડિયા પર નજર રાખે. સાથે જ ભારતમાં રહેતા તેના નાગરિકોને એવી પણ ભલામણ કરી હતી કે તેઓ દેશ છોડવા વિશે પણ વિચારી શકે છે. અગાઉ કેનેડાએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત ટાળવાની એડવાઈઝરી પણ જાહેર કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top