ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધરપકડ! ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ થઇ હોય એવી અમેરિકન ઈતિહ

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધરપકડ! ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ થઇ હોય એવી અમેરિકન ઈતિહાસની પહેલી ઘટના!

04/05/2023 World

SidhiKhabar

SidhiKhabar

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધરપકડ! ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ થઇ હોય એવી અમેરિકન ઈતિહ

મંગળવારે અમેરિકન ઇતિહાસમાં પ્રથમ વાર એવું બન્યું કે કોઈ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખને કોર્ટે દોષિત જાહેર કરીને સજા ફટકારી હોય! કોર્ટની સુનાવણી બાદ ત્રમ્પની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે એકાદ કલાક બાદ એમને છોડી મુકવામાં આવ્યા હતા. ગઈકાલે ટ્રમ્પ કોર્ટ સમક્ષ હાજર થવાના હોવાથી ઠેર ઠેર ટ્રમ્પ સમર્થકો રેલીઓ કાઢી હતી અને કોર્ટમાં જવાના માર્ગો ઉપર પણ ટ્રમ્પ સમર્થકોની ભારે ભીડ દેખાઈ હતી. ટ્રમ્પે પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું, પણ અદાલતે એમને ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિઅલ્સને 1 લાખ 22 હજાર ડૉલર્સ ચુકવવાનો દંડ ફટકાર્યો હતો!


એક પોર્ન સ્ટારને મોઢું બંધ રાખવા માટે ટ્રમ્પે નાણા ચૂકવ્યા હતા!

એક પોર્ન સ્ટારને મોઢું બંધ રાખવા માટે ટ્રમ્પે નાણા ચૂકવ્યા હતા!

મેનહટનનાં એટોર્ની જનરલના કહેવા મુજબ અમેરિકી પ્રમુખની ચૂંટણીઓ સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વ્યક્તિઓને પોતાનું મોઢું બંધ રાખવા માટે નાણા ચૂકવ્યા હોવાનો આરોપ મૂકાયો હતો. આ પૈકી ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિઅલ્સે ટ્રમ્પ સામે આ અંગેનો આરોપ મૂક્યો હતો. 2016ની ચૂંટણીઓ વખતે ટ્રમ્પના એક વિશેષ વકીલે એડલ્ટ ફિલ્મની અભિનેત્રીના વકીલને 1,30,000 ડૉલર્સ ચુકવ્યા હતા, જેના બદલામાં અભિનેત્રીએ ટ્રમ્પ સાથેના સંબંધો અંગે પોતાનું મોઢું બંધ રાખવાનું હતું.

બીજા એક કેસમાં પણ ટ્રમ્પે અન્ય એક મહિલાને 1,50,000 અમેરિકન ડૉલર્સ અપાવ્યા હતા. આ મહિલાએ પણ ટ્રમ્પ સાથે યૌન સંબંધો પ્રસ્થાપિત થયા હોવાનો દાવો કર્યો હતો. ત્રીજો કેસ ટ્રમ્પનાં લગ્ન પહેલા થયેલા સંતાનનો છે. ટ્રમ્પ ટાવરના એક ભૂતપૂર્વ દરવાનને એવી ખબર હતી કે ટ્રમ્પને લગ્ન પહેલાથી એક સ્ત્રી સાથેના અવૈધ સંબંધને કારણે એક બાળક છે. પછીથી ટ્રમ્પે આ દરવાનને મોઢું બંધ રાખવા માટે 30,000 અમેરિકી ડૉલર્સ ચૂકવ્યા હતા!


ટ્રમ્પે કહ્યું કે...

ટ્રમ્પે કહ્યું કે...

ટ્રમ્પ સામે ઉપર્યુક્ત ત્રણ કેસીસ સહિત વહીવટી રેકોર્ડ્સમાં હેરાફેરી કરવાના કુલ 34 અપરાધિક મામલાઓ નોંધાયા છે. ગઈકાલે કોર્ટ સમક્ષ હાજર થયેલા ટ્રમ્પે તમામ કેસમાં પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું, અને બીજું કોઈ પણ બયાન આપ્યા વિના ટ્રમ્પ કોર્ટ રૂમની બહાર નીકળી ગયા હતા. મેનહટનના એટોર્ની જનરલના કાર્યાલયમાં એમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે ધરપકડના એક જ કલાક બાદ એમનો છૂટકારો થયો હતો.

આ અગાઉ ટ્રમ્પે પોતાના સમર્થકોને ઉદ્દેશીને ઈમેઈલ લખ્યો હતો. આ ઈમેઈલમાં જણાવ્યું હતું કે, “અમેરિકા ત્રીજા વિશ્વના માર્ક્સવાદી દેશ જેવો બનતો જાય છે, જ્યાં રાજકીય અસહમતિને અપરાધ ગણી લેવામાં આવે છે. પરંતુ આપણે આશા છોડી દેવાની જરૂર નથી. આપણે સત્તામાં પાછા ફરીશું. 2024માં આપણે ફરીથી જીતીશું, અને અમેરિકાને એક મહાન રાષ્ટ્ર બનાવીશું”


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top