મહાકુંભમાં ભાગદોડને લઈને સંસદમાં હોબાળો, વિપક્ષે PM મોદી અને CM યોગી પાસે કરી આ માગ
Parliament Budget Session: આજે સંસદના બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંબોધન કર્યું, ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જ્યારે બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26 માટે દેશનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ સત્રના ત્રીજા દિવસે, એટલે કે આજે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે.
આ પહેલા નાણામંત્રીએ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં આવકવેરા સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, સંરક્ષણ બજેટ, ગ્રામીણ વિકાસ મંત્રાલય, ગૃહ મંત્રાલય, માળખાગત સુવિધા, પરિવહન મંત્રાલય સહિત અનેક ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે સારું બજેટ આપવામાં આવ્યું છે. હવે આજના સંસદ સત્ર દરમિયાન મહાકુંભમાં થયેલી ભાગદોડ પર સંસદમાં વિપક્ષી સાંસદો હોબાળો કરી રહ્યા છે.
મહાકુંભમાં થયેલી ભાગદોડ પર વિપક્ષી સાંસદો સતત વિરોધ કરી રહ્યા છે અને ઉત્તર પ્રદેશની યોગી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેઓ "હોશમાં આવો, હોશમાં આવો" ના નારા લગાવી રહ્યા છે. મહાકુંભમાં થયેલી ભાગદોડને લઈને વિપક્ષી સાંસદો લોકસભામાં હંગામો કરી રહ્યા છે. તેઓ માગ કરી રહ્યા છે કે કુંભમાં મૃત્યુ પામેલા લોકોની યાદી આપવામાં આવે. સાથે જ તેમણે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીના રાજીનામાની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા. આના પર સ્પીકર ઓમ બિરલા વિરોધ કરી રહેલા સાંસદો પર ગુસ્સે થયા. તેમણે કહ્યું કે જનતાએ તમને ટેબલ તોડવા માટે નથી મોકલ્યા. તમે પહેલી વાર ચૂંટાયા છો. તમને ચર્ચા માટે મોકલ્યા છે.
હવે પ્રશ્નકાળ પૂરો થઈ ગયો છે. હવે તમે રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા દરમિયાન કોઈપણ મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવી શકો છો. તમે સૂત્રોચ્ચાર કરવા આવ્યા છો, ગૃહ સ્થગિત કરવા, ટેબલો થપથપાવવા આવ્યા છો. તો હું કંઈ નહીં કહી શકું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp