વિજય દેવરકોંડાની કારને અકસ્માત નડ્યો, 3 દિવસ અગાઉ જ રશ્મિકા મંદાના સાથે થઈ હતી સગાઈ
એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા વિજય દેવરકોંડાની કાર તેલંગાણાના જોગુલમ્બા ગડવાલ જિલ્લામાં અકસ્માતનો શિકાર થઈ હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવે છે કે અભિનેતા સુરક્ષિત છે અને તેને કોઈ ઈજા થઈ નથી.
વિજય દેવરકોંડાને લઈને અફવાઓ છે કે, તેણે રશ્મિકા મંદન્ના સાથે એક ખાનગી સમારંભમાં સગાઈ કરી લીધી છે. ની સગાઈના ત્રણ દિવસ બાદ સુપરસ્ટારની કારના અકસ્માતે ચાહકોને નિરાશ કર્યા છે. વિજય દેવરકોંડા પોતાના પરિવાર સાથે, શ્રી સત્ય સાંઈ બાબાની મહા સમાધિના દર્શને પહોંચ્યો હતો, જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકોએ જોયું કે તેણે પોતાની એક આંગળીમાં વીંટી પહેરી હતી, જેના કારણે તેઓ સગાઈની અફવાઓ પર વિશ્વાસ કરવા લાગ્યા. બંને સ્ટાર્સ લાંબા સમયથી તેમના અફેરની અફવાઓને કારણે ચર્ચામાં રહ્યા છે.
અભિનેતા વિજય દેવરકોંડાએ 6 ઓક્ટોબર, સોમવારે સાંજે તેમના કાર અકસ્માત બાદ પોતાનું પહેલું નિવેદન જાહેર કર્યું. સોશિયલ મીડિયા પર ઘણા અહેવાલો સામે આવ્યા હતા કે અભિનેતા જોગુલામ્બા ગડવાલા જિલ્લાના ઉંડાવલ્લી નજીક અકસ્માતમાં બાલ-બાલ બચી ગયા હતા. તેણે X એકાઉન્ટ પર સ્પષ્ટતા કરી અને ચાહકોને ચિંતા ન કરવા કહ્યું.
X પર એક પોસ્ટમાં વિજયે કહ્યું કે, ‘બધું બરાબર છે. કારને ટક્કર લાગી હતી, પરંતુ અમે બધા ઠીક છીએ. મેં સ્ટ્રેન્થ વર્કઆઉટ પણ કર્યું અને હમણાં જ ઘરે પાછો ફર્યો છુ. મને માથાનો દુઃખાવો છે, પરંતુ એવું કંઈ નથી જે બિરયાની અને ઊંઘથી સારું ન થાય. એટલે તમને બધાને ખૂબ ખૂબ પ્રેમ. આ સમાચારથી તમને તણાવ ન લો.’
રશ્મિકા પોતાની વાતો અને ઇશારાથી વિજય સાથેના સંબંધનો સંકેત આપી રહી છે. ફિલ્મ ‘ગીત ગોવિંદમ’માં બંનેને દર્શકોએ ખૂબ પસંદ કર્યા. ફિલ્મ ‘ડિયર કોમરેડ’એ તેમના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા. વિજય દેવરકોંડા અને રશ્મિકાએ અત્યાર સુધી તેમની સગાઈની પુષ્ટિ કરી નથી. વિજય છેલ્લે ‘કિંગડમ’માં જોવા મળ્યો હતો જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે, જ્યારે રશ્મિકાની ફિલ્મ ‘થામા’ 21 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp